આજકાલની વ્યસ્ત જિંદગીમાં મોબાઈલ આપનો અંગત મિત્ર બની ગયો છે અને જીવનની અગત્યનો ભાગ બની ગયો છે. વ્યક્તિ એક દિવસ ભૂખો રહી શકે છે પણ મોબાઈલ વગર એક મિનિટ વગર ચાલતું નથી. મોબાઈલ ના જેટલા ફાયદા છે તેનાથી વધારે ગેરલાભ છે. મોટાભાગે લોકો રાત -દિવસ મોબાઈલ પર જ રહેતા હોય છે.
રાજસ્થાનના ચૂરુ જિલ્લામાંથી એક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જે ચોંકાવનારો છે. જ્યાં એક 20 વર્ષીય યુવકને મોબાઈલની એવી લત લાગી કે તે પાછલા પાંચ દિવસથી ઊંઘ્યો જ નથી. પરિણામ એ આવ્યું કે તે પોતાના પરિવારને પણ ઓળખી શકતો નથી. સાથે જ કશુ બોલી શકે છે.
રાજસ્થાનના ચૂરુ જિલ્લાના સાહવા ગામના ૨૦ વર્ષીય યુવકને મોબાઈલની એવી લત લાગી કે તે હવે માનસિક રોગી બની ગયો છે. યુવક પોતાના જ પરિવારને ઓળખી રહ્યો નથી. સાથે જ કશું બોલી પણ શકતો નથી. પાછલા એક મહિનાથી પોતાનું કામ છોડી મોબાઈલમાં લાગ્યો યુવક પાંચ દિવસોથી ઊંઘી પણ શક્યો નથી.
પાછલા એક મહિનાથી અકરમ મોટાભાગનો સમય મોબાઈલ પર વિતાવવા લાગ્યો હતો. મોબાઈલની લીધે તેણે પોતાનું કામ પણ છોડી દીધું હતું. પરિજનો દ્વારા વારે વારે કહેવા પર પણ તે મોબાઈલને છોડતો નહોતો. પાછલા અમુક દિવસોથી તો તે આખી રાત મોબાઈલ પર ચેટ અને ગેઇમ રમતો હતો. આ કારણે તેણે ખાવા-પીવાનું પણ છોડી દીધું હતું.
અકરમની માતાએ જણાવ્યું કે હવે તે ભોજન પણ જમી રહ્યો નથી. રાતે જ્યારે ભોજન આપવા રૂમમાં જાઉ છું તો ભોજનને રાતે બેડ પર વિખેરી દેતો. આ સંબંધમાં માનસિક રોગના વિશેષજ્ઞ ડૉ. જિતેન્દ્ર કુમારે જણાવ્યું કે યુવકની સિટી સ્કેન કરાવવામાં આવી છે, તેની સારવાર શરૂ કરવામાં આવી છે. તમને જણાવીએ કે આ પહેલો મામલો નથી. ડૉક્ટરોનું માનવું છે કે મોબાઈલ પર સમય પસાર કરવો બાળકોનો માનસિક રોગો તરફ ધકેલી રહ્યો છે.