સરકાર લાવી રહી છે ઇલેકટ્રીસિટી અમેડેમનેન્ટ બિલ , જો વીજળી કપાઈ તો…

Latest News

જો તમે વીજળી સેવાઓ આપનારી હાલની કંપનીથી કંટાળી ગયા હો અથવા તેમના દ્વારા આપવામાં આવતી સુવિધાઓથી તમે ખુશ ના હો, તો તમારી પાસે હવે વીજળી કંપની બદલવા અને ઈચ્છા અનુસાર, નવી કંપની પસંદ કરવાનો અધિકાર હશે. આ એવી રીતે જ કામ કરશે જે રીતે તમે કોઈ ટેલિકોમ કંપનીની સેવાઓથી નાખુશ હો તો બીજી ટેલીકોમ કંપની પર પોર્ટ કરો છો. સોમવારથી મોનસૂન સત્ર શરૂ થઈ રહ્યું છે. તેમા એક ક્ષેત્રમાં ઘણી કંપનીઓને આપૂર્તિ કરવાની જવાબદારી આપવામાં આવશે, જેના કારણે ઉપભોક્તાઓની પાસે પોતાને ગમતી કંપની પસંદ કરવાનો વિકલ્પ હશે.પાવર એન્ડ રીન્યૂએબલ એનર્જી મિનિસ્ટર આર. કે. સિંહાના જણાવ્યા અનુસાર, સરકારે સોમવારે શરૂ થતા મોનસૂન સત્રમાં ઇલેકટ્રીસિટી અમેડેમનેન્ટ બિલ ૨૦૨૧ રજૂ કરી શકે છે. જો એવુ થશે તો તે પાવર ડિસ્ટ્રીબ્યૂશનના ક્ષેત્રમાં એક મોટું રિફોર્મ હશે, જે ઉપભોક્તાઓને એક મોટી તાકાત આપશે. જાન્યુઆરીમાં ઇલેકટ્રીસિટી અમેડેમનેન્ટ બિલ ૨૦૨૧ નો એક પ્રસ્તાવ કેબિનેટની મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યો હતો.
     
વીજળી મંત્રીએ એક ઈવેન્ટમાં કહ્યું હતું કે, અમે વીજળી ઉત્પાદનની જેમ તેના વિતરણને પણ ડીલાઈસન્સ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. તેને લઈને કેબિનેટ એક કેબિનેટ નોટ જાહેર કરવામાં આવી હતી, જેને તમામ મંત્રાલયો તરફથી મંજૂર કરી લેવામાં આવી છે, પરંતુ કાયદા મંત્રાલયના એક-બે સવાલ છે. તેમણે કહ્યું હતું કે, તેને ટૂંક સમયમાં જ કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવશે અને સંસદના આવનારા સત્રમાં રજૂ કરીને પાસ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. મોનસૂન સત્ર ૧૯ જુલાઈથી શરૂ થઈ શકે છે અને ૧૩ ઓગસ્ટ સુધી ચાલી શકે છે.આ બિલ પ્રસાર થયા બાદ પ્રાઈવેટ કંપનીઓ માટે વીજળી વિતરણના ક્ષેત્રમાં આવવાના રસ્તા ખૂલી જશે, કારણ કે લાયસન્સ લેવીની જરૂરિયાત સમાપ્ત થઈ જશે, તેને કારણે પ્રતિસ્પર્ધા પણ વધશે. કારણ કે તેમની પાસે પસંદ કરવા માટે ઘણા સર્વિસ પ્રોવાઈડર્સ હશે. હાલના સમયમાં કેટલીક સરકારી અને પ્રાઈવેટ કંપનીઓનો જ વીજળી વિતરણ ક્ષેત્રમાં દબદબો છે.વીજળી ઉપભોક્તાઓની પાસે તેમના ક્ષેત્રમાં સેવાઓ આપી રહેલી તેમાંથી જ કોઈ એક કંપનીને પસંદ કરવા ઉપરાંત બીજો રસ્તો નથી હોતો.તે ક્ષેત્રમાં બીજી વીજળી વિતરણ કંપનીઓ પણ પાવર સપ્લાઈનો બિઝનેસ કરી શકશે. એવામાં ઉપભોક્તાઓની પાસે ઘણી બધી વીજળી કંપનીઓમાંથી એક પસંદ કરવાનો વિકલ્પ હશે.


આ બિલમાં ઉપભોક્તાઓને વધુ તાકતવર બનાવવામાં આવ્યા છે, જો કોઈ કંપની કારણ જણાવ્યા વિના વીજળી કપશે તો તેણે ઉપભોક્તાઓને દંડ આપવો પડશે. વીજળી કંપનીઓએ પાવર કટ કરતા પહેલા ઉપભોક્તાઓને તેની જાણકારી આપવી પડશે. નિશ્ચિત સમયસીમા કરતા વધુ વીજળી કાપવામાં આવી તો દંડ આપવાનો પ્રાવધાન કરવામાં આવ્યો છે.એવી કંપનીઓ જે વીજળી વિતરણના વ્યવસાયમાં ઉતરવા માગે છે, તેમણે કેન્દ્ર સરકાર યોગ્યતા શરતોનું પાલન કરવું પડશે અને વીજળી વિતરણ શરૂ કરતા પહેલા પોતાને યોગ્ય કમિશનની સાથે રજિસ્ટર્ડ કરવું પડશે, કમિશને પણ કંપનીને ૬૦ દિવસની અંદર રજિસ્ટર્ડ કરવી પડશે. જો કંપની યોગ્ય શરતો પર ખરી ના ઉતરે તો, કમિશન રજિસ્ટ્રેશન રદ્દ પણ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *