મીઠાઈ વગર નો તહેવાર નો આનંદ ફીકો થઇ જાય છે. જયારે જયારે તહેવાર આવે છે ત્યારે ત્યારે મીઠાઈ અને ફરસાણ ની માંગ માં વધારા થયા છે. એટલા જ માટે આપણા ગુજરાતીઓમાં દરેક તહેવારમાં ઘરમાં મીઠાઈ ની હાજરી અવશ્ય જોવા મળે છે. દરેક વખતે માર્કેટ માં તહેવાર ની સીઝન માં નવી-નવી મીઠાઈ આકર્ષણ નું કેન્દ્ર બનતી હોય છે. આ મીઠાઈ ની કિંમત ૩૦૦ થી લઈને ૧૦૦૦ રૂ. કિલો જોવા મળે છે.
પણ મિત્રો તમને આજે એવી મીઠાઈ વિશે વાત કરવાના છીએ કે જે આ મીઠાઈ ની કિંમત સાંભરી ને હોશ ઉડી જશે. આ મીઠાઈ ની કિંમત એક કે બે હાજર નહીં પરંતુ ૯,૦૦૦ રૂ. કિલો ના ભાવે મળી રહી છે. મીઠાઈ ના આવો ભાવ ક્યારેક જ સાંભર્યો જ હશે. આ ૯,૦૦૦ ની મીઠાઈ માં એવું તો ખાસ શું છે જેની કિંમત આટલી બધી છે. અનેક મીઠાઈ કરતા ભાવ વધારે છે. આ મીઠાઈ માં તમને આપવામાં આવ છે સોનાંનું વરખ અને એટલા માટે જ તેનો ભાવ ખુબ જ વધારે છે.
માહિતી અનુસાર સુરતમાં રક્ષાબંધનનો તહેવાર જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેમ-તેમ મીઠાઈની માગમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાં એક દુકાનમાં ગોલ્ડ સ્વીટ્સ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. આ મીઠાઈની ખાસિયત એવી છે કે, તે મીઠાઈનો ભાવ 9 હજાર રૂપિયા કિલો છે. આટલો બધો ભાવ હોવા પાછળનું એક કારણ છે કે, તે મીઠાઈ પર સોનાનો વરખ લગાવવામાં આવ્યો છે. મોટા ભાગે કાજુ કતરી, પેંડા જેવી મીઠાઈ પર ચાંદીનો વરખ ચઢાવવામાં આવે છે અને એટલા માટે તેનો ભાવ પણ ઓછો હોય છે પણ અહિયાં આ મીઠાઈ પર સોનાનો વરખ ચઢાવવામાં આવ્યો હોવાના કારણે તેનો ભાવ વધારે છે.
એવું પણ કહેવામાં આવે છે કે, સોનાના વરખવાળી મીઠાઈ આરોગ્ય માટે ફાયદાકારક છે. મીઠાઈએ તો ગ્રાહકોમાં આકર્ષણ જમાવ્યું છે પણ તેના દેખાવની સાથે મીઠાઈના ભાવે પણ લોકોને માથું ખજવાળતા કરી દીધા છે. રક્ષબંધનના દિવસે ભાઈ માટે સ્પેશિયલ મીઠાઈ ખરીદવા ઇચ્છતી બહેન આ વખતે ભાઈને આ ગોલ્ડ સ્વીટ્સથી મીઠું મોઢું કરાવીને તેને સ્પેશ્યલ મીઠાઈ ગીફ્ટ આપી શકે છે. તો કેટલાક લોકો ગોલ્ડ વરખ વાળી મીઠાઈનો ઓર્ડર પણ આપી રહ્યા છે.