મિત્રો તમે આ દુનિયામાં કંઈક ના કંઈક નવી વસ્તુ જાણવા માટે તત્પરતા રાખતા હોય છે. આજકાલ આપણે જેટલું પણ જાણીએ છીએ એટલું ઈનફ નથી. આ મોડર્ન યુગમાં મિનિટે મિનિટે નવી ખબર તમને જાણવા મળતી હશે. આજે તમને એક એવી વાત જાણવા જઈ રહ્યો છું જેનાથી તમે ખુશ ખુશ થઇ જશો.
ગુજરાત રાજ્યના બોરસદ NRI ગામ ભાદરણમાં નવી નજરની પહેલ રૂપે સાડીઓનો બેંક શરુ કરવામાં આવી છે. જેમાં આપણા ઘરે સામાજિક અને શુભપ્રસન્ગોમાં વિનામૂલ્યે સ્ત્રીઓને સાડીઓ આપવામાં આવે છે. આ પહેલ નો વિચાર NRI દાતા દ્વારા આવ્યો હતો. જેના સમર્થન ના કારણે ભાદરણ માં NRI દાતા દ્વારા સર્વ પ્રથમ સાડી બેંક શરુ કરવામાં આવી.
લગ્ન સીઝન આવે ત્યારે લોકો ખરીદીની તૈયારી પુરજોશથી કરતા હૉય છે. લગ્ન પ્રસન્ગ માટે નવા કપડાંની ખરીદી કરે છે. મોટાભાગ ના લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય છે, જેના કારણે તેઓ લોકો ખરીદી કરી શકતા નથી. એમના જોડે પૈસા ના હોવાના કારણે છેવટે સસ્તી વસ્તુઓ ખરીદી કરીને કામ ચલાવવું પડે છે.
હાલમાં આણંદમાં મહિલાઓને આવી ઈચ્છા પૂર્ણ કરવા માટે એક પ્રયાસ શરુ કર્યો છે. આવી મહિલાઓ માટે સાડી બેંક ખોલી છે. આમાં તમામ મોંઘી સાડીઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.
સાડી બેન્કમાં ભેગી કરવાની મહેનત વિદેશની ધરતી પર કરવામાં આવી હતી. જેમાં ભાદરના ગામના હાલમાં અમેરિકા સ્થિત થયેલા અરવિંદભાઈ પટેલ ના આ ખુબ સુંદર વિચાર ગામના લોકો ખુબ વધાવે છે. આમ આ પહેલ દ્વારા ૩૦૦ થી પણ વધારે પ્રકારની મોંઘાભાવની સાડીઓનું કલેકશન ઉભું કરીને સાડી બેંક ઉભી કરવામાં આવી છે.