ફેસબુક, વોટ્સેપ અને ઇન્સ્ટાગ્રામની સર્વિસ લગભગ ૬ કલાક સુધી બંધ રહી. ફેસબુક પોસ્ટમાં માર્ક જુકરબર્ગે કહ્યું કે ફેસબુક, ઇસ્ટાગ્રામ અને વૉટ્સેપ હવે ઓનલાઇન આવી રહ્યા છે. ફેસબુકે કહ્યું કે આજની અસુવિધા માટે દુઃખ છે. તેમને ખબર છે કે લોકો સાથે કનેક્ટ રહેવા માટે તેમની સર્વિસ પર કેટલો બધો ભરોસો છે. આ પહેલા ટ્વીટર પર વૉટસએપે જણાવ્યું કે લોકો આજે વોટ્સેપને યુઝ ન કરી શક્યા તેમની પાસે માફી માગે છે.
વોટ્સેપના ડાઉન થયા બાદ લોકો ટેલિગ્રામ અને Signalનો યુઝ કરવા લાગ્યા હતા. ફેસબુક, વૉટ્સેપ અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થવાથી તેના કો-ફાઉન્ડર અને CEO માર્ક જુકરબર્ગને વ્યક્તિગત રૂપે ભારે નુકસાન થયું છે. આ બધુ જોતા અમેરિકી શેર બજારોમાં ફેસબુકના શેરમાં વેચાણની શરૂઆત થઈ ગઈ. મધ્ય સપ્ટેમ્બરથી અત્યાર સુધી આ શેર ૧૫ ટકા તૂટી ચૂક્યા છે.
સોમવાર રાતે સેવાઓ કલાકો સુધી બાધિત રહી અને ભારતીય સમય મુજબ સવારે ચાલુ થઈ. સવારે 4 વાગ્યાની આસપાસ કલાકોથી બાધિત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સેપની સેવાઓ ફરીથી ચાલુ થવા લાગી. ઇન્સ્ટાગ્રામ એપે ફરીથી કામ કરવાની શરૂઆત કરી. પહેલા જ્યાં કોઈ પણ નવો કંટેટન્ટ શૉ દેખાઈ રહ્યો નહોતો ત્યાં હવે ફરીથી એપ કામ કરવા લાગી છે.