બોલીવુડની જાણીતી કોરિયોગ્રાફર-ડાયરેકટર ફરાહ ખાન કોરોનાથી સંક્રમિત થઇ છે. થોડા દિવસ પહેલાં ડાયરેકટર રુમી જાફરી કોરોનાથી સંક્રમિત થયા હતા. તાજેતરમાં બોલીવુડમાં કોરોના સંક્રમણનો આ બીજો કેસ છે. ત્રીજી લહેરની ચિંતા વચ્ચે ફરાહ ખાનના સંક્રમિત થવાના સમાચારે બોલીવુડમાં ચિંતા વધારી છે.
ફરાહ ખાન આ દિવસોમાં એક કોમેડી શોમાં જજ તરીકે ભૂમિકા ભજવતી હતી. જાણવા મળ્યું છે કે ફરાહની જગ્યાએ જજ તરીકે મીકા સિંહને ગેસ્ટ જજ તરીકે સામેલ કરી દેવામાં આવ્યા છે.ફરાહ ખાન થોડા દિવસો પહેલાંજ શિલ્પા શેટ્ટીના ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સર-4ના સેટ પર શૂંટિંગ માટે પહોંચી હતી. ઉપરાંત ફરાહ ખાને અમિતાભ બચ્ચન સાથે કોન બનેગા કરોડપતિ- સીઝન 13 ના એક સ્પેશિયલ એપિસોડમાં શૂંટિગ પણ કર્યું હતું. એવામાં ફરાહને કોરોના થવાના સમાચાર સેલિબ્રિટીઝમાં ચિંતાનું કારણ બની શકે છે. ફરાહ ખાને કોવિડ પોઝિટીવ હોવાના સમાચાર પોતે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
ફરાહ ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં કહ્યું છે કે મને આશ્ચર્ય થઇ રહ્યું છે કે મને કોરોના થયો છે, કારણ કે મેં કાળો ટીકો લગાવ્યો નહોતો. ફરાહે લખ્યું કે મેં વેક્સીનના બનેં ડોઝ લઇ લીધા છે અને બનેં ડોઝ વેક્સીન લેનારા લોકોની સાથે શૂંટિગ પણ રહી હતી. આમ છતા હું કોવિડ પોઝિટીવ આવી ગઇ છું. મારા સંપર્કમાં આવેલા બધા લોકોને મેં આ બાબતે જાણ કરી દીધી છે. આમ છતા કોઇને ભુલી ગઇ હોવું તો મહેરબાની કરીને ટેસ્ટ જરૂરથી કરાવી લેજો, હું જલ્દી સાજી થઇને પાછી આવીશ એવી આશા રાખું છુ.
ફરહા ખાન Zee કોમેડી શોના આગામી એપિસોડ માટે શૂટિંગ કરી રહી હતી, પણ કોરોના પોઝિટીવ આવી જતા હવે ફરાહના સ્થાને મીકા સિંહને સ્થાન આપવામાં આવ્યું છે.ફરાહ ખાન બોલીવુડમાં એક જાણીતું નામ છે અને તે અનેક વર્ષોથી ટીવી પર અનેક શોમાં નજરે પડતી રહી છે. ફરાહ અનેક રિયાલીટી શોમાં જજ તરીકે પણ આવી ચુકી છે. ફરાહ બિગબોસ પણ હોસ્ટ કરી ચુકી છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો જયારે વધ્યા હતા, ત્યારે ફિલ્મો અને ટીવીના શૂટિંગ બંધ હતા, પરંતું પ્રતિબંધોમાં છુટછાટ પછી શૂટિંગ ચાલું થયા હતા, પણ કડક સાવધાની રાખવાનું કહેવાયું હતું, છતા ફરાહને કોરોના થતા કલાકારોમાં ચિંતા વધી છે.