આ કહાની એક એવી દીકરીની છે જે પોતાના પિતાનો વિરોધ હોવા છતાં એક જાણીતી ગાયક કલાકાર બની ગઈ. તેમને સૌ કોઈ ઓળખતા જ હશો જેમનું નામ છે ફરીદામીર. તેમના મીર સમાજ માં પહેલેથી જ ગાવા વગાડવાનું ચાલતું જ આવે છે. તેમનો પરિવાર પેઢી દર પેઢી સંગીતની સાધના કરતો આવ્યો છે. તેમના પરિવારમાં પુરુષો જ આવા પ્રોગ્રામ બહાર જઈને કરી શકતા. તેમના માટે સ્ત્રી આવું કરે તે સહજ નહોતું.
ફરીદા બહેનને પહેલેથી જ ગાવાનો શોખ હતો. તેઓ પરિવારમાં ત્રણ બહેનો છે પરંતુ ફરીદાબેન તેમના પિતાના લાડકા છે. ફરીદાબેન ના પિતા ફરીદાબેન ને તેમની મમ્મી થી સંતાડીને મુંબઈ લઈ જતા હતા. તેમના પિતાની ઇચ્છા હતી કે ફરીદાબેન એકવાર બોલિવૂડના સિંગર બને. તેમના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ન પડી હતી કારણકે પરિવારમાં કમાવનારા ફક્ત તેમના પિતા હતા. સાતથી આઠ જણા નો પરિવાર હતો એટલે પૈસાની ઘણીવાર તંગી રહેતી હતી.
પરંતુ ફરીદામીર જાહેરમાં પોગ્રમ કરે અને ડાયરામાં ગાય તેના પર તેમના પિતાનો વિરોધ હતો. તો જાણો ફરીદામીર કેવી રીતે જાહેર પ્રોગ્રામ અને ડાયરાઓમાં આવ્યા. 14 વર્ષની ઉંમરે તેઓ તેમના મામા ના છોકરા સાથે કાલાવાડ રણુજા ફરવા ગયા. તેઓ ત્યાં એક પ્રોગ્રામ હતો ત્યાં ગયા ત્યારે તેમના મામા ના છોકરાએ તેમને એક ભજન ગાવાનું કહ્યું. તે સમયે તેમની ભજન આવડતા નહોતા ત્યારે તેમને કોઈએ ભજન લખી આપ્યું તે ભજન નું નામ હતું રણુજા વાળો મારી કાળજાની કોર. ત્યારે પબ્લિકને તે ગીત ખૂબ જ પસંદ આવ્યુ.
પછી પબ્લિક માંથી ડિમાન્ડ આવી કે બીજા ગીત ગાવો પરંતુ તેમની બીજા ગીતો આવડતા નહોતા તેથી તેઓ રડવા જેવા થઈ ગયા. ત્યારબાદ તેમને તેના તેજ ગીત ત્રણ વાર ગાયુ. તે વખતે તેમને ઇનામ રૂપે અગિયારસો રૂપિયા મળ્યા હતા. આ વાતની જાણ થતાં તેમના પિતાએ તેમને ખૂબ માર્યા હતા પરંતુ તેમને તેમના પેશનને ન છોડ્યું.
તે પછી તેમના અવાજે પૂરા ગુજરાતમાં બૂમ પડાવિ દીધી. તેમને તેમની મહેનતથી એક આગવી ઓળખ બનાવી. તેમણે ઘણા પ્રોગ્રામો કર્યા છે જેવા કે ડાયરા, ભજન, આલ્બમ. હમણાં થોડા સમય પહેલા આદિત્ય ગઢવી સાથે ગાયેલું ગીત જોડે રેજો રાજ ખૂબ હિટ ગયું છે. તે સિવાય તેમને એક ફિલ્મ પણ બનાવી હતી.
તેમના હજુ સુધી લગ્ન થયા નથી તેમનું કહેવું છે કે જીવનમાં પ્રગતિ કરવી હોય તો સંઘર્ષ ખૂબ જરૂરી છે. તેઓ ગૌરક્ષા માટે ખૂબ પ્રયત્નશીલ છે. આજે તેમની તેમના દમદાર અવાજના કારણે સૌ કોઈ તેમને ઓળખે છે.