જય જવાન જય કિસાનના નારા સાથે ખેડૂતો ના ટોળા ઉમટ્યા …
દિયોદર તાલુકા ના ખેડૂતો ને પૂરતા પ્રમાણ માં વીજળી ન મળતા ખેડૂતો એ દિવસોમા કુવારવા ગામે 66 કેવી તેમજ વખા વિભાગીય કચેરી ખાતે રજુઆત કરી હતી પરંતુ ખેડૂતો ને વીજળી નો સમયના સમયમાં ફેરફાર ના થતા આજે ફરી ભારતીય કિસાન સંઘના ખેડૂતો દ્વારા વખા વિભાગીય વીજ કચેરી નો ઘેરાવો કર્યો છે.
દિયોદર તાલુકા ના ખેડૂતો સોમવાર ના રોજ વખા ખાતે આવેલ 220 કે વી વિભાગીય વીજ કચેરી ખાતે તાલુકાના મોટાભાગના ખેડૂતો વિવિધ માંગણી ને લઈ પોહચ્યા હતા જેમાં ખેડૂતો એ જય જવાન જય કિસાન ના નારા લગાવી વીજ કંપની દ્વારા પૂરતી 8 કલાક વીજળી આપવાના માંગ સાથે ધરણાં પર બેઠા હતા.
જેમાં ખેડૂતો એ જણાવેલ કે સરકાર દ્વારા ખેડૂતો ને 8 કલાક વીજળી આપવાની જાહેરાત તો કરી છે પરંતુ વીજ કંપની દ્વારા વારંવાર વીજ કાપ ના લીધે માત્ર 6 કલાક વીજળી આપવામાં આવે છે જેમાં વારંવાર ટીપ મારવાના કારણે ખેડૂતો ને નુકશાન વેઠવાનો વારો આવે છે જેમાં અનેક રજુઆત કરી છે.
પરંતુ વીજ કંપની દ્વારા અમને પૂરતા પ્રમાણ માં વીજળી આપવામાં આવતી નથી જે અંગે આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે હોળી પહેલા અમારી માંગ પુરી કરવા અધિકારિઓ દ્વારા ખાત્રી આપવામાં આવી હતી તેમ છતાં એમાં ની કોઈજ માંગ પુરી ના થતા આગામી સમય ઉર્ગ આંદોલન કરવાની પણ ચીમકી આપી છે માગણી ને લઈ ખેડૂતો એ આજે પણ વીજ કચેરી ખાતે ધરણા યોજ્યા હતા