વડવાસનાં લીમડાહનુમાન મુકામે એકદિવસીય કેમ્પ નું આયોજન
ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય દ્વારા એક દિવસીય એન.એસ.એસ.ના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેમાં વિવિધ પ્રકારની પ્રવૃતિઓ કરવામા આવી હતી પ્રથમ NSS કનવિંનર એચ.પી.આમીન દ્વારા પ્રવચન આપવામાં આવ્યું કે રાષ્ટ્રની સુરક્ષા અને સેવાવિશે સમજ આવામાં આવી હતી. તેમજ શ્રી એચ. જે. પારગી એ પણ રાષ્ટ્રીયસેવા સુરક્ષા વિશે કોલેજકાળ દરમિયાન કરેલા અનુભવો ની વિગતે માહિતી આપી હતી અનેવિદ્યાર્થીનીઓ માર્ગદર્શન આપ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે શાળા ના શિક્ષકો માં શ્રી વી.કે.પટેલ સહયોગ પૂરો પડ્યો હતો મંદિર નાં પટાંગણ માં સાફસફાઈ કરવાં આવી હતી અને ભજન, ધૂન પણ કરવાં આવી હતી જેમાં વિદ્યાર્થીનીઓને એચ. પી. આમીન અને એમ.એન.પટેલ દ્વારા આસ્ક્રીમ, ખજૂર વગેરે નાસ્તો ખવડાવવામાં આવ્યો હતો અને શાળા તરફ થી બપોરના ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી આમ શાળા ના શિક્ષકો તથા આચાર્ય શ્રી જે. આર. પટેલ અને સુપરવાઈર ડી.એન.પ્રજાપતિ નો સહયોગ થી આ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સમગ્ર કેમ્પ નું સંચાલન NSS યુનિટનાં કનવિંનર શ્રી એચ. પી. આમીન અને સહ કનવિનર શ્રીમતી એસ. ચી. ભોયા દ્વારા કરવામાં આવ્યું હતું.
વિનોદ પ્રજાપતિ ફતેપુરા