આ વાત છે એક લિથુનિયા ના એક નાના ગામની વાત છે એક વ્યક્તિ તેના ખેતરમાં એક મશીનથી ઘાસને સાફ કરી રહ્યો હતો. એ જ ખેતરમાં તેની બે નાની દીકરીઓ છુપમ છુપાઈ રમી રહી હતી. તેના પિતાને આ વાતની ખબર ન હતી અચાનક તેને એક છોકરાના રોવાનો અવાજ આવે છે તે ત્યાં જઈને જુએ છે તો તેની ત્રણ વર્ષની દીકરી રાસા નો અવાજ હતો. તેને જોયું કે તેના બંને પગ મશીનમાં આવી જતાં કપાઈ ગયા છે.
એટલામાં બધા લોકો ત્યાં પહોંચી જાય છે અને લૂથીએનાની એક હોસ્પિટલમાં લઈ જાય છે તે હોસ્પિટલમાં રાસાની પ્રાથમિક સારવાર થઈ ગઈ પરંતુ ઓપરેશન કરવું એ લોકોનું કામ ન હતું. પછી તેને મોસ્કો લઈ જવા માટે એક પ્લેન પણ તૈયાર કર્યું. મોસ્કોના એક ડોક્ટર રામાજી ને પૂછ્યું કે તમે આ છોકરીની સર્જરી કરી શકશો રામાજી ૧૨ કલાકથી પણ વધારે ઓપરેશન કરીને હાલ જ બહાર આવ્યા હતા અને તેમને આ ફોન આવ્યો રાસાની આવી હાલત સાંભળીને રામજીના ના પાડી શક્યા.
પ્લેન અડધા રસ્તે પહોંચી ગયું પછી યાદ આવ્યું કે છોકરીના કપાયેલા પગ તો તે હોસ્પિટલમાં જ ભૂલી ગયા છે પછી તેઓ ત્યાંથી પાછા જઈને પગ લઈ આવે છે. રામાજી જે હોસ્પિટલમાં કામ કરતા હતા તે હોસ્પિટલમાં રાસાની સર્જરી વિશે વાત કરી પરંતુ તે હોસ્પિટલમાં મોટા લોકોને જ સર્જરી કરવામાં આવતી હતી. તેથી તે હોસ્પિટલની ઓથોરિટીએ તેમને ના પાડી.
તેમને બહુ બધી જગ્યાએ તપાસ કરી બધી જગ્યાએથી ના જ આવતી હતી. પછી તેમને ફિલાડોવ હોસ્પિટલમાં વાત કરી પહેલા તો તેમને ના પાડી પરંતુ તેમને ખૂબ આગ્રહ કરવાથી તેમને પરમિશન આપી. રામજીએ આખી રાત કામ કરી બધી તૈયારી કરી દીધી રામાજી પણ 24 કલાકથી ઊંગ્યા ન હતા. વહેલી સવારે રસાને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવે છે.
રામાજીએ રાસાના પગ જોયા તો તે લાકડા જેવા કડક થઈ ગયા હતા તે ફરીથી જોડાઈ શકે એમ લાગતું ન હતું પરંતુ રામજી ને વિશ્વાસ હતો કે હું આ પગને જોડી શકીશ પરંતુ તેમની આ કરી બતાવ્યું તેમને રાસાના પગ ને જોડી બતાવ્યા.