આ એક ગરીબ ઘરનો છોકરો તેના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા થી ૧૫ વર્ષની ઉંમરે જ નોકરી કરવાનું ચાલુ કરી દીધું હતું. તેનો પહેલો પગાર ઘરે આપવાને બદલે એક દર્દીની સેવા માં વાપરી દીધા. આ ગરીબ દર્દી એ એવા આશીર્વાદ આપ્યા કે તે આગળ જતા કરોડપતિ બની ગયો. કહેવાય છે ને કે કોઈકની દુવા થી તકદીર પણ બદલાઈ જાય છે. એ ધનવાન, ગુણવાન, દાનવીર બની ગયો ભારત દેશના લોકો માટે તિજોરીઓના ભંડાર ખુલા મૂકી દીધા. તેના જીવન આધારિત એક હિન્દી ફિલ્મ પણ બની જેનું નામ RIAWAN
રિઝવાન આડતીયા નામ છે આ છોકરાનું આગાખાની ખોજા પરિવારનો આ દીકરો પોરબંદર માં એનો જન્મ થયેલો એની ઉમર ૫૦ વર્ષ છે તેના ઉદારપણ ને લીધે તે ગુજરાત, પોરબંદર, ભારત, આફ્રિકા, એશિયાના કેટલાક દેશો માં તે એક મોટો માણસ તરીકે ઓરખાય છે. છેલ્લા ૩૫ વર્ષ થી આફ્રિકામાં કરોડોનો બુઝનેસ ચલાવે છે. તે મહિનામાં એક વાર ભારત આવે છે ૧૬ કલાકની મુસાફરી કરીને નાતજાતના ભેદભાવ વગર NGO ચલાવે છે. એક સમય એવો પણ હતો કે રિઝવાનના પિતા પોરબંદરની ગલિયો માં સીંગ વેંચતા હતા. એક નાનકડા ઘરમાં ૭ ભાઈ બહેનો સાથે રહેતા હતા. પરંતુ ઘરમાં એક દમ સંસ્કારી વાતાવરણ આ રિઝવાન સૌથી નાનો. રીઝવણમાં ખુબજ સેવા ભાવિ હતો. કુરાન, ખોજા, ધર્મના ગિનાન ભજનો અને આગાખાન સાહેબના ફાર્માનોની ચોપડીયો વાંચતો હતો. ગીતા, અને ગાંધીજીની આત્મકથા પણ વાંચતો હતો. એમાં થી એને શીખવા મળ્યું કે માનવસેવા થી કોઈ મોટો ધર્મ નથી.
એ એવું વિચારતો કે ખીસામાં પડેલો પૈસો કોઈ દુઃખીના કામમાં ન આવે તો નકામું છે. એને વિચારી લીધું હતું કે પૈસાવારું બનવું અને વધારાનો પૈસો માનવસેવા માં વાપરવો ભણવામાં એનું ધ્યાન ઓછું હતું એટલે તે ૧૦ માં ધોરણમાં નાપાસ થયો . અને ગામમાં એક નોકરી શોધી તે મહિનાના ૧૭૫ રૂપિયા પગાર આપતા હતા. એક દિવસ તેને આફ્રિકા જવાનો મોકો મળીગયો. ત્યાં જઈને નોકરી ચાલુ કરી અને મહિનાના સારો એવો પગાર મળતો હતો. તે આફ્રિકન ગરીબોની સેવા કરતો. કામમાં ફાવટ ઓછી આવી ભણેલું ઓછું એટલે આફ્રિકન ભાષા ફાવતી ન હતી. અને તે જ્યાં કામ કરતો હતો ત્યાં મેનેજર બન્યો અને પછી પાર્ટનર બન્યો અને પછી થોડા ટાઈમમાં કંપની એ ટેકઓવર કરી ચેરમેન બની ગયો. ૨૦-૨૫ વર્ષમાં તો એનું નામ એક મોટા માણસ ની યાદી માં આવી ગયું.
આફ્રિકામાં ૧૧ દેશોમાં કંપનીના ૨૦૦ સ્ટોર છે. ૨ હજાર કરોડનું ટર્નઓવર વર્ષે કરે છે. અને ત્યાં ૪ હજાર લોકો કામ કરે છે. એમાં પચાસ ટકા થી વધુ ભારતના લોકો કામ કરે છે. ગુજરાતીઓને તેમના ખર્ચે આફ્રિકા બોલાવ્યા અને કામ આપ્યું ભારત આવી તે સમાજસેવા કરવા લાગ્યા, ગરીબોને મદદ, શાળાઓમાં મદદ, મંદિર મજીદ, હોસ્પિટલ, બધે તે મદદ કરવા લાગ્યા. ચમત્કાર પણ એવા થતાકે તે એક લાખનું દાન કરે તો ૧૦ લાખની બરકત થાય. અને ભારતના ૧૦૦ ગામો દત્તક લેવાનું નક્કી કર્યું, અને ૬ રાજ્યો માં કામ કરવાની યોજના કરી. ભારતમાંજ ૪.૫ લાખ લોકોને મદદ કરી છે. અને બીજા દેશોમાં મદદ કરી એ તો અલગ તો આવા છે રિઝવાન ભાઈ સમાજસેવા માટે તૈયાર રહે છે.