ગણપતિનું ફાટસર મંદિર જ્યાં ગણપતિ જમીન ફાડીને જમીનની અંદરથી નીકળ્યા હતા, ગણપતિના દર્શન કરીને તેઓ પ્રસન્ન થઈ જાય છે.

History

આ મંદિર 1000 વર્ષ થી પણ વધારે જૂનું છે આ મંદિર જોરાવર નગર માં આવેલું છે અહીં યાત્રાળુઓ પણ લાખો લોકોની સંખ્યામાં આવે છે અને ગણપતિના દર્શન કરીને તેઓ પ્રસન્ન થઈ જાય છે. કહેવાય છે કે અત્યારે જે જગ્યાએ મંદિર આવેલું છે તે જગ્યાએ એક સરોવર આવેલું હતું તે સરોવરમાંથી ગણપતિ જમીન માંથી નીકળ્યા હતા એટલા માટે ત્યાં ગણપતિનું મંદિર બનાવવામાં આવ્યું છે.

કેટલાક વર્ષો પહેલા ભાવનગરના એક માણસને ગણપતિએ સપનામાં આવીને એક જગ્યા બતાવી હતી ત્યારે વઢવાણના ઠાકોર ભાઈ એ ખોદકામ કરાવ્યું જે જગ્યાએ ખોદકામ કર્યું હતું તે જગ્યાએથી ગણપતિ દાદા પ્રગટ થયા હતા. જ્યારે ખોદકામ કર્યું ત્યારે ગણપતિ દાદાની મૂર્તિ સાથે સાથે વાઘેશ્વરી માતા ની મૂર્તિ પણ નીકળી હતી અને વાઘેશ્વરી માતા ની મૂર્તિ ઠાકોર ભાઈ વઢવાણ લઈ ગયા હતા.

આ મંદિરને ગણપતિ ફાટસર કેમ કહેવાય છે કારણકે આ જગ્યાએ પહેલાં સરોવર હતું અને ત્યાં જમીનમાં ખોદકામ કરીને અંદરથી ગણપતિ દાદાની મૂર્તિ નીકળી હતી એટલે કે ગણપતિ દાદા જમીન ફાડીને નીકળ્યા હોવાથી ગણપતિ ફાટસર નામ પડ્યું.

ત્યાં આવનાર દરેક ભક્તને ગણપતિ દાદા પર અતૂટ વિશ્વાસ છે. દાદા તેમના ભક્તો રાખેલી દરેક મનોકામનાઓ પૂરી કરે છે. માટે મોટી સંખ્યામાં ભક્તો ત્યાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *