અત્યારે ટ્રિપલ ઋતુની સીઝન ચાલી રહી છે. ક્યારેક ગરમી તો ક્યારેક વરસાદ અને ક્યારેક ઠંડી પડી રહી છે તેવામાં લોકોને બીમાર પડવાની સંભાવનાઓ વધતી હોય છે. બીજું કે દરેકની ખાવાની શૈલી પણ બદલાઈ ગઈ છે. આજનો યુવાવર્ગ ફાસ્ટફૂડ તરફ વધુ ખેંચાય છે. જેના કારણે શરીરમાં અવનવી બીમારીઓ થતી હોય છે અને જીવન જીવવાની જીવનશૈલી બદલાતી હોય છે.
બીમારીઓ દૂર કરવા સૌ કોઈ પ્રયત્નો કરતા જ હોય છે પણ, અમુક બીમારીઓ એવી હોય છે જેને આપણે દૂર નથી કરી શકતા. તેને દૂર કરવા માટે આપણી આસપાસ ઘણી ઔષધીય વનસ્પતિઓ આવેલી છે. જે લોકોને વારંવાર ઉધરસ આવતી હોય અથવા ચાલુ જ રહેતી હોય કે ફેફસામાં બરાબરનો કફ જામી ગયો હોય તો તેના માટે આ વનસ્પતિનો ઉપયોગ કરવો જોઈએ.
આ વનસ્પતિને સાલવણ અથવા સાલપર્ણી નામથી ઓરખવામાં આવે છે. ઝાડા થયા હોય અથવા પેટમાં ચૂક આવતી હોય તો સાલવણના મૂળ અને ત્રિકૂટને દૂધમાં ઉકારી લઇ તે દૂધ પી જવું. અડધી ચમચી ત્રિકુટ લેવાનું અને ચપટી સાલવણ લઇ દૂધમાં ઉકાળી દેવાનું છે. આ બંનેને ૫૦ ml જેટલું પીવાથી પેટની બીમારીઓમાં રાહત મળશે.
જેને સંધિ વા અને સાંધાનો દુખાવો રહેતો હોય તેઓએ 400ml પાણીમાં ત્રણ ગ્રામ સાલવણ લઈને તેને ઉકારવું જયારે ૧૦૦ ગ્રામ જેટલું પાણી રહે ત્યારે તેને ગરણીથી ગરીને પીવાથી શરીરમાં થતા સાંધાના દુખવા દૂર થાય છે. જે લોકોને લોહીનો બગાડ થતો હોય તેમને આ વનસ્પતિ ખાસ કામ કરે છે.
જેને ઉધરસ અને કફ વધુ હોય જે જામી ગયો હોય તેને ત્રણ ગ્રામ સાલવણ પણ લઇ લેવાના થોડો ગોળ અને ચાર પાંચ દાન કાલી દ્રાક્ષના લેવાના છે. આ બધું નાખીને તેનો ઉકાળો કરવાનો. પછી ૫૦ ml જેટલો આ ઉકાળો પીવાનો જેને જામી ગયેલો કફ હશે તે બહાર નિકરી જશે. તમને પણ આ સમસ્યા હોય તો આ વનસ્પતિનો ઉપયોગ કરી શકો છો.