તમે બધાએ ભૂત અને આત્માઓ વિશે સાંભળ્યું તો હસે જ. તેના વિશે બહુ બધી વાતો સાંભળવામાં આવી હસે. પરંતુ તેનું હજુ સુધી કોઈ રહસ્ય કે જાણકારી બહાર આવી નથી. ઘણા લોકોનું કહેવું છે કે તેમને ભૂત જોયા છે. નિષ્ણાતોના મતે મૃત વ્યક્તિની આત્મા તેના મૃત્યુ પછી જીવિત રહેતી હોય છે. આ આત્મા તેને વ્યક્ત કરવાનો પ્રયત્ન કરે તેને ભૂત કહેવાય.
ભૂત પ્રેત વિશેની આપણા સમાજમાં અલગ અલગ પ્રકારની માન્યતાઓ છે.દરેકનો એક અલગ દૃષ્ટિકોણ હોય છે. જે લોકો આ બધામાં માનતા હોય છે તેમના મતે જેમની કોઈ ખાસ ઈચ્છા હોય અને તે અધૂરી રહી ગઈ હોય અથવા તેમનું અકસ્માતમાં મૃત્યુ થયું હોય તેઓ ભૂત બનતા હોય છે.
ઘણા સમયથી નિષ્ણાતો તેની તપાસ પણ કરી રહ્યા છે અને તેવા રહસ્યમય સ્થરોની મુલાકાત કરી રહ્યા છે. તે વિશે ઊંડાણ પૂર્વક તપાસ પણ કરી રહ્યા છે. એવું કયું કારણ છે કે તેઓ પણ રાત્રે જ ભૂતની શોધમાં નીકળે છે? પરંતુ અત્યાર સુધીમાં જેટલા પણ લોકોને ભૂત દેખાય છે તે રાતના સમયમાં જ દેખાય છે.
શા માટે રાત્રે જ ભૂત દેખાય છે? નિષ્ણાતોનું માનવું છે કે રાતના સમયે ભૂત દેખાય છે કારણે રાતનો સમય એવો છે કે તે સમયે વાતાવરણ બિલકુલ શાંત હોય છે. આ સમયે ઈલેક્ટ્રોનિક હેરાનગતિ પણ ઓછી થાય છે. દિવસે વધુ પડતા ઈલેક્ટ્રોનિક ડિસ્ટર્બન્સ ના કારણે ભૂતની ઊર્જાને નુકશાન થતું હોય છે. આ કારણથી ભૂત રાતના સમયમાં વધુ દેખાય છે.