વિદેશમાં મહિલા હાથમાં સ્ટીલનું ટિફિન લઇ જતી જોવા મળી, મહિન્દ્રા બોલ્યા ડબ્બાવાળી

Latest News

જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા ટ્વીટર એકાઉન્ટ ઘણા રોમાચંક ફોટો અને પોસ્ટ થી ભરેલું છે. આનંદ મહિન્દ્રા સોશ્યિલ એકાઉન્ટ પર ઘણા એકટીવે રહે છે. તે તેમના ટ્વીટર એકાઉન્ટ પર રોમાચંક વિડિઓ અને ફોટોઓ શેર કરતા રહે છે. તેમની પોસ્ટ ને બધા લાઈક કરતા હોય છે. ત્યારે તાજેતર માં જ આનંદ મહિન્દ્રાએ ન્યૂયોર્ક માં પાડેલા એક ફોટો શેર કર્યો છે. તે હાલ માં સોશ્યિલ એકાઉન્ટ માં વાયરલ થઇ રહ્યો છે.

આ ફોટોમાં એક મહિલા ન્યુયોર્કના સેન્ટ્રલ પાર્કમાં ચાલતી જોવા મળે છે. ફોટામાં મહિલાનો ચહેરો દેખાતો નથી. પણ ફોટો પરથી એવું દેખાઈ રહ્યું છે કે, મહિલા કામ પર જવા માટે ઘરેથી નીકળી છે. આ ફોટોમાં અગત્યની વાત એ છે કે, મહિલાએ તેના હાથમાં સ્ટીલનું ટીફીન રાખ્યું છે. સ્ટીલના ડબ્બાનો ઉપયોગ બાળકોની સાથે-સાથે મોટા લોકો પણ ભારતમાં ભોજન લઇ જવા માટે કરે છે. એટલા માટે જ સોશિયલ મીડિયા યુજર્સે ન્યુયોર્કની મહિલાને સ્ટીલનું ટીફીન લઇ જતી જોઈને તેનો ફોટો ક્લિક કર્યો હશે. આ ફોટોને આનંદ મહિન્દ્રાએ શેર કરીને ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે, ન્યુયોર્ક સેન્ટ્રલ પાર્ક ડબ્બાવાળી.
ઘણા લોકોએ પોસ્ટ પર કમેન્ટ કરીને લખ્યું છે કે, વિદેશના લોકોને પણ સમજણ પડી છે કે, ભારતીયો જે વસ્તુંઓનો ઉપયોગ કરે છે તે વસ્તુઓ કેટલી કારગર અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ પહેલીવાર નથી કે, આનંદ મહિન્દ્રાએ આ પ્રકારનો ફોટો શેર કર્યો હોય. થોડા દિવસ પહેલા તેમને એક ઢોસા બનાવતા એક ભારતીયનો વીડિયો શેર કર્યો હતો. તે લારી પર સ્ફૂર્તિથી ઢોસા બનાવી રહ્યો હતો. આ વ્યક્તિની સ્પીડ જોઈને આનંદ મહિન્દ્રા પણ ચોંકી ગયા હતા. તેમને આ વીડિયોની સાથે કહ્યું હતું કે, રોબોટ પણ આ વ્યક્તિની સ્પીડ જોઈને પોતાના નકામો માનશે.
ઉલ્લેખનીય છે કે, હાલ ભારતમાંથી પણ સ્ટીલના ટીફીનમાં ભોજન લઇ જવાનું ઓછું થઇ ગયું છે. લોકો સ્ટીલના ટીફીનમાં ભોજન લઇ જતા નાનપ અનુભવતા હોય તેવું દેખાય છે. એટલા માટે જ પ્લાસ્ટિક અને એક્રેલિકના ડબ્બામાં પોતાનું ભોજન લઈ જાય છે, પણ હવે વિદેશી લોકો ભારતીય કલ્ચરને અપનાવતા હોય તેવું આનંદ મહિન્દ્રાએ શેર કરેલા ફોટો પરથી લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *