ભૂલ થી પણ આ વસ્તુ ફ્રીઝ માં ના મુકો

Health

તો મિત્રો અત્યરે હાલ ના સમય માં દરેક ઘરની સૌપ્રથમ જરૂરિયાત ફ્રીઝ છે આપણે બજાર માંથી લાવેલા દૂધ,શાકભાજી, ફળ વગેરે ને તાજા રાખવા મટે ફ્રીઝ નો ઉપયોગ કરીયે છીએ પણ ઘણા ઓછા લોકો જાણતા હશે કે અમુક વસ્તુ ફ્રીઝ માં મુકવાથી જલ્દી બગાડી જાય છે આપણે એવું માનીને ફ્રીઝ માં વસ્તુ મુકીયે છીએ કે તે બે કે ત્રણ દિવસ સુધી તે ફ્રેશ રહે પણ અમુક વસ્તુ ફ્રીઝ માં મુક્યા પછી પણ તે વસ્તુ ઉપર દાગ પડી જાય છે કે મૂર્જાય જાય છે તો આજે આપણે જાણીશું કે આવી વસ્તુનો વિષે જે ફ્રીઝ માં મુક્યા પછી તે બગડી જાય છે તો આવી વસ્તુ ને કઈ રીતે ફ્રેશ રાખવી?

દરેક ના ઘર માં બ્રેડ સવારના નાસ્તા માં આવતી હોય છે બ્રેડ ને બજાર માંથી લાવ્યા પછી તેની એક્સ્પ્યાયરી date પહેલા વાપરી નાખવી પડે પણ તમે જો બીજા એક બે દિવસ બ્રેડ ને ફ્રેશ રાખવા માંગતા હોય તો તેને ફ્રેઝ માં ના રાખો તેને એક પ્લાસ્ટિક માં બંધ કરી તેને ફ્રિઝર માં મુકો જેથી બ્રેડ સુકાશે નહીં અને તે બીજા એક બે દિવસ ફ્રેશ રહે છે અને જયારે બ્રેડ ખાવાની હોય તેને થોડા ટાઈમ પહેલા બહાર કાઢો.


બજાર માંથી આપણે લીબું સંતરા મોસંબી વગેરે જેવા ખાટા ફળ આપણે ઘરે ખાવા માટે લાવીએ છીએ પણ તે બધા ફળ એક સાથે એક જ દિવસ ખાઈ શકતા નથી તેથી તેને ફ્રેશ રાખવા ખુબ જરૂરી છે જે ફળ માં સાઇટ્રિક એસિડ ની માત્ર વધારે હોય તેવા ફળ ને ફ્રીઝ મુકવા જોઈએ નહીં કારણ કે આવા ફળ ને ફ્રીઝ માં મુકવાથી તેની છાલ પર દાગ પરવા લાગે છે અને રસ પણ સુકવા લાગે છે આ માટે આ બધાને ફ્રેશ રાખવા માટે નોર્મલ વાતાવરણ માં બહાર જ રાખવા.


બટાકા ને નોર્મલ વાતાવરણ માં સામાન્ય ઠંડક વાળી જગ્યાએ પણ મૂકી શકાય છે બટાકાને ફ્રીઝ માં મુકવાથી તેના સ્વાદ પણ બદલાવ આવે છે બટાકાને લાવ્યા પછી તેને કોઈ દિવસ પ્લાસ્ટિક બેગ પેક કરવા નહીં. અને કેળા ને કયારે પણ ફ્રીઝ માં નમૂકવા જોઈએ કેળા ની ફ્રીઝ માં મુકવાથી કેળા પર કાલા રંગ ના દાગ જોવા મળે છે કેળા ની આજુ બાજુ જે ફળ રાખવા માં આવે તે પણ પાકવા લાગે છે કારણ કે કેળા ઇથાઇલીન ગેસ રિલીઝ કરે છે તેના લીધે આજુ બાજુ ના ફળ પાકવા માંડયે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *