આજ ના જમાના માં ઈમાનદારી ના કિસ્સા ઘણા ઓછા જોવા મળે છે. કોઈ વ્યક્તિ ને રસ્તા પરથી ૫૦૦, ૧૦૦૦, ૨૦૦૦ કે પછી ૧૦૦૦૦ રૂ. મળે તો તે વ્યક્તિ પૈસા મૂળમાલિક ને આપવાનું વિચારે તેવું કિસ્સા ઓછા બને છે. જેમાં એક વ્યક્તિ રાતોરાત માલામાલ થઇ ગયા અને આ માલામાલ થઇ જવા પાછળ નું કારણ એ હતું કે તે વ્યક્તિએ સેકન્ડ હેન્ડ ફ્રિજ ખરીદી કરી હતી અને ફ્રિજ ની અંદર એક કે બે નહીં પણ.. ૯૬ લાખ રૂ. મળી આવ્યા હતા. તેથી વ્યક્તિ રાતોરાત લાખો રૂપિયા નો માલિક બની ગયો હતો. પણ વ્યક્તિએ આ લાખો રૂ. પોતાની પાસે રાખવાના બદલે મૂળ માલિક ને પરત સોંપવાનો વિચાર કરીને પોલીસ ને તમામ રકમ આપી દીધી.
આ ઘટના દક્ષિણ કોરિયાના જેઉ આઇલેન્ડની છે કે, જ્યાં એક વ્યક્તિએ કીમચી મીટ સંગ્રહ કરવા માટે એક કીમચી ફ્રિજની ખરીદી કરી હતી. કીચમી નામનું મીટ 4 મહિના સુધી સ્ટોર કરવા માટે લોકો કીમચી ફ્રિજનો ઉપયોગ કરે છે. આ વ્યક્તિએ સેકન્ડ હેન્ડ ફ્રિજની ખરીદી કરી હતી. જ્યારે તે ફ્રિજની ખરીદી કર્યા બાદ ઘરે લઈ આવ્યો ત્યારે તે ખૂબ જ ચોંકી ઉઠ્યો હતો કારણ કે, તેને ફ્રિજની સાથે-સાથે લાખો રૂપિયા પણ મળી આવ્યા હતા.
ફ્રિજની ખરીદી કરનાર વ્યક્તિએ જ્યારે ફ્રિજની તપાસ કરી ત્યારે ફ્રિજના નીચેના ખાનામાં 96 લાખ જેટલા રોકડા રૂપિયા મળી આવ્યા હતા પરંતુ આ વ્યક્તિર પૈસાની લાલચમાં ન આવી અને તેને આ પૈસા મૂળમાલિકને પરત કરવાનો નિર્ણય કર્યો. તેથી આ બાબતે વ્યક્તિએ આટલા બધા રૂપિયા જોઇને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફ્રિજમાંથી જ રૂપિયા મળી આવ્યા હતા તે ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકની એક બેગમાં ભરેલા હતા. પોલીસ ફરિયાદ કર્યા બાદ આ વ્યક્તિએ ફ્રિજમાંથી નીકળેલી તમામ રકમ એક પણ રૂપિયો લીધા વગર પોલીસને આપી દીધી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા આ રૂપિયાના ઓરીજનલ માલિકની શોધખોળ કરવામાં આવી છે.
દક્ષિણ કોરિયામાં લોકો આ રીતે પૈસાનો સંગ્રહ કરતા હોવા પાછળનું એક કારણ છે કે, દક્ષિણ કોરિયામાં બેન્કો દ્વારા લોકોને ઓછું વ્યાજ આપવામાં આવે છે અને તેથી લોકો પોતાના પૈસાનો સંગ્રહ આ પ્રકારે કરે છે પરંતુ આટલા બધા રૂપિયાનો સંગ્રહ કરવો તે ક્રિમિનલ કેસ છે. તેથી આ તમામ રકમ હાલ પોલીસની પાસે જમા છે. હવે જોવાનું એ રહ્યું કે આગામી દિવસોમાં પોલીસ દ્વારા પૈસાના માલિક સામે શું કાર્યવાહી કરવામાં આવે છે.