અમદાવાદ ના પૌઆ હાઉસમાંથી ૨૦ કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો, આટલો દંડ થયો

Uncategorized

તહેવારી ની સીઝન આવે એટલે અલગ -અલગ નગરપાલિકા અને મહાનગરપાલિકા ની આરોગ્ય વિભાગ દ્વારા શહેરોમાં આવેલી ફરસાણ ની દુકાન અને મીઠાઈની દુકાન માં ચેકીંગ હાથ ધરવામાં આવે છે. જો કોઈ દુકાન પરથી અખાદ્ય વસ્તુ મળી આવે તો તેનોય નાશ કરવામાં આવે છે. હાલ માં એવો જ કિસ્સો સામે આવ્યો છે અમદાવાદ ના પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસે આવેલા એક પૌઆ હાઉસ માંથી ઈયળ નીકળી હોવાનો વિડિઓ બહાર સોશ્યિલ મીડિયા દ્વારા વાયરલ થયો છે. આ વાયરલ વિડિઓ ના કારણે અમદાવાદ મહાનગરપાલિકા દોડતું થયું છે. તાત્કાલિક જ પૌઆ હાઉસ માંથી સેમ્પલ લેવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.


માહિતી અનુસાર અમદાવાદ પરીમલ ચાર રસ્તા પાસે આવેલા ગજાનંદ પૌઆ હાઉસમાંથી એક ગ્રાહકે પૌઆની એક પ્લેટ લીધી હતી અને તેમાંથી જીવતી ઈયળ નીકળી હોવાનું સામે આવ્યું હતું. તેથી આ મામલે ગ્રાહક કે, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો હતો અને વાયરલ થયેલા વીડિયોના આધારે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ સક્રિય થયા હતા અને ફુડ વિભાગ દ્વારા તાત્કાલિક ગજાનંદ પૌઆ હાઉસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ ત્યાંથી ખાદ્ય પદાર્થના સેમ્પલ લઇને કર્ફ્યુ વચ્ચે વહેલી સવારથી આ પૌઆ હાઉસ શરૂ હોવાના કારણે દુકાનદાર સામે જાહેરનામા ભંગનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.


બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકાના ફુડ વિભાગના અધિકારી ડૉક્ટર ભાવિન જોશીએ જણાવ્યું હતું કે, ઈયળની કરવા મામલે એક વીડિયો વાયરલ થયો હતો. તે બાબતે તપાસ કરતા ગજાનંદ પૌઆ હાઉસને ૧૦ હજારનો દંડ કરવામાં આવ્યો છે અને ત્યાંથી ૨૦ કિલો જેટલો અખાદ્ય પદાર્થ નાશ કરવામાં આવ્યો છે અને તેના ત્રણ સેમ્પલ રવિવારના રોજ લેવામાં આવ્યા હતા અને ચોથું સેમ્પલ પણ સોમવારે લઈને તેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યું હતું એટલે સેમ્પલની તપાસ થયા બાદ જ કાર્યવાહી કરવામાં આવશે.


રાત્રી કર્ફ્યૂ દરમિયાન આ પૌઆ હાઉસ ખુલ્લુ હોવાના મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે. રાજપૂતને સવાલ કરવામાં આવ્યા ત્યારે તેમને ગોળગોળ જવાબ આપતાં કહ્યું હતું કે, રાતના કેસો કરવામાં આવે છે. આમ બે ત્રણ દિવસ પહેલાનો કેસ હશે. સવારે આ દુકાન ખુલ્લી ન હતી. મારે જોવું પડશે આજની મને કંઈ ખબર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *