હિન્દૂ ધર્મમાં તુલસીના છોડને ખુબજ પવિત્ર અને લાભદાયી માનવામાં આવે છે. આ સિવાય તુલસીની માળાને લોકો ગાળામાં પહેરતા હોય છે. ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો તુલીસીની માળા પહેરતા હોય છે. તુલસીની માળા કેમ પહેરવામાં આવે છે શું તમે જાણો છો. તુલસીની માળા ધારણ કરતા પહેલા આ વસ્તુ નું ધ્યાન રાખો.
તુલસીની માળાને લઇને લોકવાયકા છે કે જે આ માળા પહેરે તે તેને નર્કનો ત્રાસ સહન કરવો પડતો નથી. તુલસીની માળાને પહેરવાથી સ્વર્ગમાં સ્થાન મળે છે. આ સિવાય પણ જન્મ- મરણ ના ચક્કરમાંથી મુક્તિ મળે છે. તુલસીની માળા પહેરીને કરીને જો સ્નાન કરાવમાં આવે તો દરેક તીર્થોનું ફળ મળે છે. આજ કારણથી લોકો શ્રી કૃષ્ણના ભક્ત હોય છે, તેથી કૃષ્ણ ના ભક્તો માળા પહેરતા હોય છે.
તુલસીની માળા પહેનારાને લોકોએ અમુક ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પ્રચલિત માન્યતા છે કે જે વ્યક્તિ તુલસીની માળા ધારણ કરે તે તેમને માંસાહારી ભોજન ક્યારેય ન કરવું જોઈએ. એટલુંજ નહીં પણ ડુંગળી અને લસણ પણ આરોગવું ન જોઈએ. આવામાં ભક્તિમાં અડચણ ઉભી થાય છે. તુલસીની માળા કરવાથી ભગવતી અને ભગવાન શિવના મંત્રોના જાપ કરવામાં આવતો નથી. તુલસીની માળા પર ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો શ્રેષ્ઠ ગણાય છે.