ગામમાં પાણીની સમસ્યા હલ કરવા માટે આ ૮૫ વર્ષના દાદાએ ખોદી દીધા આટલા તળાવ

Uncategorized

મહેનત કરવાથી દરેક મુશ્કેલ પરિસ્થિતિ પણ દૂર થતી હોય છે ઘણા સાહસિક અને મહેનતુ લોકો વિશે આજે આપણે ઘણી જગ્યાએ તેમના જીવન વિષે સાંભળવા મળતું હોય છે તમે ઘણા લોકોને સફળતાના સંઘર્ષ વિશે સાંભર્યું પણ હશે અને જોયું પણ હશે આજે હું તમને એક એવા વ્યક્તિ વિશે જણાવીશ જેમની ચર્ચા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત માં પણ કરી હતી જેમને પોતાનું આખું જીવન તળાવ ખોદવા પાછળ પસાર કરી દીધું

આપણને બધાને ખબર છે કે આપણી મૂળભૂત જરૂરિયાત પાણી છે પાણી ના હોય તો જીવન જીવવું શક્ય નથી દુષ્કાળ ગ્રસ્ત વિસ્તારમાં પાણીનું મહત્વ સમજાય છે આજે સરકાર દ્વારા ઘણા દુષ્કાળ ગ્રસ્ત વિસ્તાર માં પાણી એકત્ર કરવા માટે ચેકડેમ તળાવ અને ડેમ બનાવવામાં આવતા હોય છે આજે હું તમને ૮૫ વર્ષના દાદા કામેગૌડા જીવનના સંઘર્ષો વિશે જણાવીશં

કામેગૌડા કર્ણાટક રાજ્યના માંડવલીના છે તે ખેતી સાથે સંકળાયેલા હતા તેની સાથે તે પાલતુ પ્રાણીઓનો ઉછેર પણ કરતા હતા તેમનું ગુજરાન ખેતીની આવક માંથી થતું હતું તેમના ગામમાં પાણીની ખૂબ મોટી સમસ્યા હતી જેના કારણે ગામની મહિલાઓ બાળકો અને વૃદ્ધ લોકોને ખુબ તકલીફ પડતી હતી પાણીની આ સમસ્યા દિવસે દિવસે વધતી જતી હતી ત્યારે કામેગૌડાને એક વિચાર આવ્યો કે તળાવ ખોદી ને પાણીનો સંગ્રહ કરી શકાય છે જેનાથી ગામમાં પીવાના પાણીની સમસ્યા દૂર થઈ શકે છે આ પછી કામેગૌડા તળાવ ખોદવાનું શરુ કર્યું

કામેગૌડાએ પહેલા તળાવ બનાવ્યું ત્યાર પછી વરસાદ આવતા તેમાં થોડું પાણી એકઠું થયું તળાવમાં પાણી ભરાવાથી ગામમાં પાણીની સમસ્યા થોડી ઘણી દૂર થઈ પાણીની સમસ્યા દૂર થતાં તેમને બીજું તળાવ ખોદવાનું શરૂ કર્યું જેમ જેમ તળાવ ખોદતા ગયા તેમ પાણીની સમસ્યા દૂર થતી ગઈ કામેગૌડાએ એક બે તળાવ કરતા તેમને કુલ 16 તળાવ ખોડા હતા તળાવ ખોદાવવાથી ગામમાંથી પાણીની સમસ્યા હંમેશા માટે દૂર થઈ ગઈ

કામેગૌડાને મેન અોફ પોન્ડ તરીકે ઓળખવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કામેગૌડાની પ્રશંસા કરી હતી આજે તેમને આખો દેશ ઓળખે છે તેમનું આ કાર્ય અભિનંદનના પાત્ર છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *