ગણપતિ દાદા રિદ્ધિ સિદ્ધિ ના સ્વામી છે. એટલા માટે તેમની સંપત્તિ અને સમૃદ્ધિમાં કોઈ દિવસ અભાવ રહેતો નથી. ગણપતિ દાદાને મોદક ખુબ પ્રિય છે.
ગણોના અધિપતિ શ્રી ગણેશજી પહેલા પૂજાય છે. સૌથી પહેલા તેમની જ પૂજા કરવામાં આવે છે, તેમના પછી અન્ય દેવી દેવતાની પૂજા કરવામાં આવે છે. કોઈ પણ કર્મ કાંડમાં ગણપતિની પૂજા આરાધના પહેલા કરવામાં આવે છે કારણકે ગણપતિ દાદા વિઘ્નહર્તા છે અને આવનારા વિઘ્નોને પણ દૂર કરે છે. ગણપતિ દાદા ને મોદક ખુબ પ્રિય છે.
બૌદ્ધિક જ્ઞાનના દેવતા કહેવાતા ગણપતિ દાદાના આશીર્વાદથી વ્યક્તિનો બૌદ્ધિક વિકાસ થાય છે. એટલા માટે ભક્તો તેમના આશીર્વાદ મેળવવા માટે સાચા મનથી અને પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરે છે. ભક્તો દાદાની પૂજા કરતી વખતે નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખે છે કારણકે તેમનાથી કોઈ ભૂલ ન થઇ જાય. પરંતુ જાણકારી ન હોવાના કારણે ગણેશ ભગવાનને અમુક વસ્તુ ચડાવાની ભૂલી જતા હોય છે.
ગણપતિ દાદાને સૌથી પહેલા મોદકનો ભોગ અને બીજું દુર્વા (એક પ્રકારનું ઘાસ) અને ત્રીજું ઘી. આ ત્રણેય ગણપતિને ખુબ પ્રિય છે. એટલા માટે જે પણ વ્યક્તિ પુરી આસ્થાથી ગણપતિ દાદાની પૂજામાં આ વસ્તુ ચડાવે છે તેને ગણપતિના આશીર્વાદ મળે છે.
જાણો ગણેશ ચતુર્થીનું શુભ મુહર્ત: બપોરના ૧૧:૦૨ થી ૦૧: ૩૨ વાગ્યા સુધી કહું સારું મુહર્ત છે. કુલ સારા મુહૂર્ત નો સમય ૨ કલાક અને ૨૯ મિનિટ છે.
જેને વ્રત રાખ્યું હોય તેને સવારે સ્નાન કરીને સોનુ, તાંબું અથવા માટીની ગણેશ પ્રતિમા લેવી. લાલ આસાન પર ગણપતિ દાદા ને બિરાજમાન કરવા. ગણપતિ દાદાને સિંદૂર લગાવીને ૨૧ લાડવાનો ભોગ ચડાવવો. તેમાંથી પાંચ લાડવા ગણેશજી ને ચડાવીને બાકીના લાડવા ગરીબોમાં વહેંચી દેવા. એક વાતનું ધ્યાન રાખજો કે ગણેશ પૂજામાં તુલસી પાનનો ઉપયોગ કરવાનો નથી. તુલસી સિવાય ગણેશજી ને કોઈ પણ પાન અને ફૂલ પસંદ છે.