ભાદરવો મહિનો ભગવાન ગણેશને પૂજવા માટેનો શુભ મહિનો માનવામાં આવે છે.એક પ્રચીન માન્યતા અનુસાર શુક્લ પક્ષ ચૌથના દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો તેમ માનવામાં આવે છે.માટે તે દિવસે ગણેશચતુર્થી માનવામાં આવે છે.આ મહિનામાં ભગવાન ગણેશને ઘરે લાવી તેમની સ્થાપના કરી તેમને દસ દિવસ સુધી ઘરે પૂજવામાં આવે છે.તેમની શાસ્ત્રો માં બતાવ્યા અનુસાર તેમની પૂજા કરવામાં આવે તો ભગવાન ગણેશ તમારી બધી મુશ્કેલી દૂર કરતા હોય છે.તેના માટે ગણેશજી ને ગમતી કેટલીક વસ્તુનો ભોગ ચડવામાં આવે તો ભગવાન ગણેશ તેમની કૃપા તમારા ઘર ઉપર વરસાવે છે.
ડૂબ ઘાસ:-ડૂબ ઘાસ નો ઉપયોગ હિન્દૂ ધાર્મિક વિધિમાં કરવામાં આવે છે.ડૂબ ઘાસ ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તથા તેમની કૃપા વરસવા માટેનો સૌથી સરલ ઉપાય માનવામાં આવે છે.ગણેશજી પૂજા માં આ ઘાસનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ.ભગવાન ગણેશને આ ઘાસની ખુબ નરમ ડૂબ ચડવામાં આવે છે.આ ઘાસને ભોગ ચડવાથી ગણેશ તમારા ઘરના બધા દુઃખ દૂર કરશે મોદક:- તો મિત્રો તમે બધા જાણતા હશો કે ભગવાન ગણેશને મોદક ખુબ પ્રિય છે.ગણેશજી ની પૂજા કરતી વખતે ભક્ત ગણેશજી અલગ અલગ પ્રકારના મોદક કે મોતીચૂરના લાડુ નો ભોગ ચડાવતા હોય છે.મોદક નો ભોગ ચડવાથી તમારા જીવનમાં આવતી બધી તકલીફો દૂર થશે.
લાલ ફૂલ:- ભગવાન ગણેશને લાલ રંગના ફૂલ ખુબ પ્રિય હતા.ભગવાન ગણેશને ગુલાબનું ફૂલ ચડાવવું જોઈએ .એક વાતનું ખાસ ધ્યાન રાખવું ભગવાન ગણેશજી ની પૂજામાં તુલસી નો ઉપયોગ કરવો નહીં.ભગવાન ગણેશને પીળા રંગના ફૂલ પણ ગમતા હતા.લાલ રંગનું ફૂલ અર્પણ કરવાથી તમારી બધી મનોકામના પૂર્ણ થશે. સીતાફળ:- સીતાફળ બધા લોકો ને પસંદ આવતું નથી પણ ભગવાન ગણેશનું પ્રિય ફળ છે.તેમને સીતાફળ અવશ્ય અર્પણ કરવું જોઈએ.તેમની પૂજા વિધિમાં સીતાફળ અવશ્ય જોઈએ.સીતાફળ અર્પણ કરવાથી ઘરના બધા ઝગડા બંધ થઇ જશે.
સિંદૂર:- ભગવાન ગણેશની સિંદૂરનું તિલક કરવું ખુબ શુભ માનવામાં આવે છે.ગણેશજીને સિંદૂર અર્પણ કરીને માથા ઉપર તેનું તિલક કરવું જોઈએ તેમ કરવાથી ઘરમાં પૈસાની અવાક બમણી થઇ જશે.