ગણપતિદાદાના ચમત્કારી મંદિર ની મુલાકાત જીવન મા એક વખત અવશ્ય લેવી જોઇએ, કેમ કે અહીંયા…..

Uncategorized

ભારતમાં ભગવાન ગણેશના નાના-મોટા હજારો મંદિરો આવેલા છે આ દરેક મંદિરમાં ભગવાન ગણેશના અલગ-અલગ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે ભગવાન ગણેશને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે ગણપતિ દાદાને મોતીચૂરના લાડુ ખૂબ પ્રિય હતા તેથી ગણપતિ દાદાની પ્રસન્ન કરવા માટે તેમના ભક્તો મોતીચૂરના લાડુ અર્પણ કરતા હોય છે ભારતમાં દર વર્ષે ગણેશ ચતુર્થી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવતી હોય છે ત્યારે ગામડું હોય કે શહેર દરેક જગ્યાએ ગણપતિ દાદાની વિશાળ પ્રતિમા લાવીને તેમની પૂજા-અર્ચના કરવામાં આવતી હોય છે આજે હું તમને ગણપતિદાદાના એક એવા ચમત્કારિક મંદિર વિશે જણાવીશં જયાં દર્શન કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે

ભગવાન ગણેશનું આ મંદિર રાજસ્થાન રાજ્યના જયપુર શહેરમાં આવેલું છે આ મંદિરને મોતી ડુંગરી ગણેશ મંદિર તરીકે ઓળખવામાં આવે છે આ મંદિરને ભગવાન ગણેશના મુખ્ય મંદિરોમાંનું એક માનવામાં આવે છે

મોતી ડુંગળી ગણેશ મંદિરમાં દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે મંદિરમાં આવેલા તમામ ભક્તો મંદિરમાં બિરાજમાન ભગવાન ગણેશની સામે પોતાની મનોકામના પૂર્ણ કરવાની માનતા રાખતા હોય છે મંદિરમાં જમણી સૂંઢવાળા ગણપતિ દાદાની એક વિશાળ ભવ્ય પ્રતિમા બિરાજમાન છે પ્રતિમા ઉપર સિંદુર ચોલાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે

ગણેશ ચતુર્થીના સમય પર મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે આ મંદિર સાથે ઘણી માન્યતાઓ પણ જોડાયેલી છે મંદિરમાં બુધવારના દિવસે ખુબ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે જો કોઈ વ્યક્તિ નવા વાહનોની ખરીદી કરી ત્યારે મંદિરમાં લાવીને તેની પૂજા-અર્ચના કરવાથી એકસીડન્ટ થતું નથી તેવી માન્યતા મંદિર સાથે સંકળાયેલી છે

મંદિરમાં બિરાજમાન ભવ્ય પ્રતિમા ગુજરાત માંથી લાવવામાં આવી હતી તે વખતે આ પ્રતિમા 500 વર્ષ જૂની હતી જયપુરના નગરશેઠ પલ્લીવાલ આ મૂર્તિ લઇને આવ્યા હતા તેમની દેખરેખ નીચે ભગવાન ગણેશનું મંદિર બનાવવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *