તો મિત્રો તમે જાણતા હશો કે ભારતમાં આજે ઘણા મંદિરો આવેલા છે જેની ગણતરી કરવી ખૂબ મુશ્કેલ છે ભારત મંદિરોનો દેશ હોય તેમ પણ કહેવાય આજે ભારતમાં દરેક ખૂણામાં એક નાનું મંદિર તો જોવા મળશે ભારતના લોકોને આ મંદિરો ઉપર ખુબ આસ્થા અને શ્રદ્ધા હોય છે આ મંદિરોમાં થતા ચમત્કારથી આજે વૈજ્ઞાનિક પણ રહે છે આ દરેક મંદિર પોતાની એક અલગ ઓળખાણ ધરાવે છે. આજે હું તમને એક એવા મંદિર વિશે જણાવી જ્યાં અનાજનો ઊંધો સાથીયો દોરવાથી બધા ભક્તો ના દુઃખ દૂર થાય છે.
આ મંદિર ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરથી 60 કિલોમીટર દૂર આવેલા ગણપતપુરા ગામમાં જમણી સૂંઢવાળા ગણપતિનું મંદિર બનાવવામાં આવ્યું છે એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં સાક્ષાત ગણપતિ દાદા બિરાજમાન છે
તમે અત્યાર સુધીમાં ગણપતિ દાદાના ઘણા મંદિરો માં ગયા હશો તે દરેક મંદિરમાં ગણપતિ દાદાની મૂર્તિના દર્શન પણ કર્યા હશે તે દરેક મૂર્તિમાં ગણપતિ દાદાની સુંઠ ડાબી બાજુ જોવા મળશે પણ આ મંદિરમાં ગણપતિ દાદાની સુંઠ જમણી બાજુ છે આ એક નવાઈની વાત છે
આ મંદિર બનાવવા પાછળ એક લાંબો ઇતિહાસ રહેલો છે ગામનો એક ખેડૂત ખેતરમાં ખેતીકામ કરતો હતો ત્યારે તેને એક મૂર્તિ મળી આવી તો તે આ મૂર્તિને પોતાના ગાડામાં મૂકી તો ગાડુ જાતે જ ચાલવા લાગ્યું અને આ ગાડું જ્યાં જઇને ઊભું રહ્યું તે જગ્યાએ આ મંદિરની સ્થાપના કરવામાં આવી
આ મંદિરમાં ગણપતિ દાદાના દર્શન કરવા માટે દૂર-દૂરથી ભક્તો આવે છે એવું માનવામાં આવે છે કે જે લોકો માનતા રાખી હોય તે લોકો મંદિરમાં આવીને અનાજનો ઊંધો સાથીયો દોરે છે અને જ્યારે તે માનતા પુરી થાય ત્યારે મંદિરમાં આવીને સીધો સાથીયો દોરે છે
ગણપતિ દાદા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે મંદિરમાં પ્રસાદી સ્વરૂપે બુંદી આપવામાં આવે છે