હિંદુ ધર્મમા મંદિરને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે મંદિરમાં જવાથી તમામ દુઃખ દર્દ દૂર થતા હોય છે આજે દરેક હિન્દુ ઘરમાં એક નાનકડું પૂજા મંદિર હોય છે તે મંદિરમાં રોજ સવાર-સાંજ પોતાના ઇષ્ટદેવની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે તે પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે તેમજ ઘરની અંદર સકારાત્મક ઊર્જા વધે છે અને નકારાત્મક ઉર્જા નો નાશ થાય છે વાસ્તુશાસ્ત્રમાં મંદિર ને લગતા ઘણા નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે આ નિતી નિયમો ઘણા લોકો જાણતા નથી અને ઘરમાં આવેલા પૂજા મંદિરમાં ભુલો કરતા હોય છે આ ભુલો ના પરિણામ આખા પરિવારે ભોગવવા પડતા હોય છે
દોસ્તો તમને ખબર જ હશે કે હિંદુ ધર્મ મંદિર ને એક વિશિષ્ટ મહત્ત્વ આપવામાં આવ્યું છે ઘરમાં સૌથી વધારે સકારાત્મક ઊર્જા મંદિરની આજુબાજુની જગ્યામાં રહેલી છે વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરની અંદર એક ભગવાનની એક જ ફોટો કે મૂર્તિ રાખવી જોઈએ એક કરતાં વધારે ફોટો કે મૂર્તિ રાખવી અશુભ માનવામાં આવે છે
વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરની આગળ બુટ કે ચંપલ પહેરીને જવું જોઈએ નહીં તેમ કરવાથી ધન-સંપત્તિનો નાશ થાય છે પૂજા મંદિરને ભૂલથી પણ દક્ષિણ દિશા તરફ બનાવવું જોઈએ નહીં કારણકે દક્ષિણ દિશામાં નકારાત્મક ઉર્જા નો પ્રભાવ વધારે રહેલો છે
વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિર નો રંગ ઘરના રંગ થી અલગ હોવો જોઈએ મંદિરનો રંગ કળો કે લીલો હોવું જોઈએ નહીં મંદિરની અંદર કચરો કે ધૂળ ભેગી થવી જોઈએ નહીં ઘણા લોકો મંદિરની અંદર ખાલી ઘીનો ડબ્બો અગરબત્તીની રાખ કરમાયેલા ફૂલ વગેરે જેવી વસ્તુઓ મંદિરમાં જ મૂકી રાખતા હોય છે પણ આ બધી વસ્તુઓ મંદિરમાં મૂકી રાખવી જોઈએ નહીં