ટુંકજ સમયમાં પેટ્રોલના ભાવમાં વધારો જોવા મળી શકે છે ! પુતિનના આ પગલાથી ભારતને થશે નુકસાન!

India Latest News

હાલમાં તમે જાણતા હશો કે યુક્રેઇન અને રશિયા વચ્ચે જોરદાર યુદ્ધ ચાલી રહી રહયું છે. ત્યારે ભારત માટે ખરાબ સમાચાર આવી શકે છે. અત્યારે મહાસત્તા ધરાવતા દેશોએ જેવા કે અમેરિકા અને બ્રિટેન તેલ અને ગૅસની આયાત પર પ્રતિબંધ લગાવ્યા છે. આ પ્રતિબન્ધના કારણે ભારતમાં ઘણું બધું નુકશાન વેઠવાનો વારો આવશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચેતવણી આપતા કહ્યું છે કે, જો પ્રતિબંધોનો અમલ થશે તો, રશિયા આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો પુરવઠો બંધ કરી દેશે.

રશિયાના આ આક્રમકઃ પગલાંથી ક્રૂડ ઓઇલમાં પ્રતિ બેરલ ૩૦૦$ સુધી પહોંચવાની સંભાવના છે. આ વિશ્વયુદ્ધની રશિયાની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે અને તેના પુરાવા પણ મળી રહ્યા છે. જો રશિયા ક્રૂડ ઓઈલનો પુરવઠો બંધ કરે છે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૩૦૦$ સુધી પહોંચી જશે, જે પહેલાથી જ ઐતિહાસિક સ્તરે છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવ ૧૩૯$ પ્રતિ બેરલ થઈ ગયા છે, જે ૨૦૦૮પછીના સૌથી વધુ ભાવ છે.

જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધુ વધારો થશે તો તેની સીધી અસર ભારત અને ભારતના સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા બાદ બની શકે છે કે ભારતમાં પેટ્રોલની કિંમત આવનારા મહિનામાં ૧૫૦ રૂપિયા પ્રતિ લીટરનો આંકડો પણ પાર કરી શકે છે. જોકે, આ વાત સરકાર પર નિર્ભર છે કે, તે પોતાના ખિસ્સામાંથી કેટલા પૈસા ખર્ચીને સામાન્ય લોકોને રાહત આપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *