દેશ ની દિગ્ગ્જ બાયોફાર્મા કંપની ના પહેલા ક્વાટર ના નફા માં ૩૫.૩૯ % નો ઘટાડો જોવા મળ્યો છે. ૩૦ જૂન ના રોજ ખતમ થયેલા ક્વાર્ટર માં કંપની ના કાંસોલિટેડ નેટ પ્રોફિટ ઘટી ને હાલ માં ૧૦૪.૦૪ કરોડ રૂપિયા પર પહોંચી ગયો. કંપની ના નફા ના આ ઘટાડા ના મુખ્ય આ કારણ રહ્યું છે તેની સહયોગી સ્ટાર્ટઅપ કંપની BICARA THERAPEUTICS ઈંક ને થયેલી ખોટ. દિગ્ગ્જ બાયોફાર્મા કંપની બાયોકોન ને પાછલા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ ના પહેલા ક્વાટર માં ૧૬૭.૮ કરોડ ના શુદ્ધ નફો થયો હતો. ચાલુ નાણાકીય વર્ષ ના પહેલા ક્વાર્ટર માં કંપની ના જેનેરિક સેગ્મેન્ટ રેવેનુએ ૨૨% ઘટી ને ૪૮૬ કરોડ રૂપિયા થઇ ગયો છે. ગયા નાણાકીય વર્ષ આ સમાન સમય માં તે ૬૨૧ કરોડ રૂપિયા ના હતો.
કંપનીની ફાઇલિંગ મુજબ ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં તેનો કંસોલિડેટેડ રેવેન્યૂ 1807.08 કરોડ રૂપિયા રહ્યો. જ્યારે ગયા વર્ષે તે 1712.1 કરોડ રૂપિયા હતો. કંપનીના એક્ઝીક્યૂટિવ ચેરપર્સન કિરણ શૉ મઝૂમદારે કહ્યું કે કોરોનાને કારણે ઓપરેશનલ મુશ્કેલીઓએ કંપનીના રેવેન્યૂ ગ્રોથને ધીમો કર્યો. બેંગલોર અને હૈદરાબાદ બંને જગ્યાએ કંપનીની API ફેસિલિટીમાં ઉત્પાદનમાં મુશ્કેલી પહોંચી. તેને રેવેન્યૂ ગ્રોથને ઝટકો લાગ્યો.
Bioconએ કહ્યું કે, તેમની બોસ્ટન સ્થિત સ્ટાર્ટઅપ કંપની Bicara Therapeutics Incની ખોટને લીધે નફો પ્રભાવિત થયો છે. કિરણ શૉ મઝૂમદારે કહ્યું કે, આ વર્ષે કંપનીની ઘણી દવાઓને મંજૂરી મળી શકે છે. ભારત અને મલેશિયામાં તેની નિર્માણ ફેસિલિટીનુ USFDA દ્વારા ઓનસાઇટ રિવ્યૂ થવાનું છે. જો સમય પર થઇ જશે તો કંપનીની દવાઓને જલદી મંજૂરી મળી શકે છે. કંપનીની રિસર્ચ સર્વિસની માગ તો બની જ છે. જોકે બાયોસિમિલર્સ બિઝનેસના રેવેન્યૂમાં ઘટાડો આવ્યો છે.
બાયોકોનની ફાઇલિંગ અનુસાર તેના વાઇસ ચેરમેન અને નોન એક્સિક્યૂટિવ ડિરેક્ટર જોન શો 23 જુલાઇ 2021ના રોજ બોર્ડમાંથી રિટાયર થયા છએ. AGMમાં કહેવામાં આવ્યું છે કે તેમણે કંપનીને એક નાની ઈંઝાઇમ કંપનીમાંથી આ મુકામ સુધી પહોંચાડવામાં ખૂબ મોટો ફાળો આપ્યો છે. આજે બાયોકોન વિશ્વભરમાં એક જાણીતી બાયોફાર્માસ્યૂટિકલ્સ કંપની તરીકે જાણીતી છે. જોન શૉ કિરણ મજૂમદારના પતિ છે.