મિત્રો આજે આપણે જાણીશું હિન્દૂ ધર્મમાં ઉંબરાનું મહત્વ અને તેને કેવી રીતે પૂજા કરવી અને તેના વિશે માહિતી. પ્રાચીન કાળમાં બાંધણીમાં ભાગ્યેજ કોઈ ઘર ઉંબરા વગરનું જ હશે. ઉંબરાનાં પૂજન ની પાછળ વિશિષ્ઠ સાંસ્કૃતિક ભાવ રહેલો છે. ઉંબરો એ વડીલોની ગરજ સારે છે. બહાર થી પૈસા કમાવી લાવતા પુરુષને ઉંબરો પૂછે છે કે, આ પૈસા તું લાવ્યો છે એ પરસેવા નો પડી લાવ્યો છે ને. હાર્મ ની કમાણી તો નથી ને. ઉંબરો એટલે લક્ષમણ રેખા. ટૂંકમાં ઘરમાં કઈ વ્યક્તિ, કયા પ્રકારના પૈસા, કઈ વસ્તુઓ અને કેવા વિચારો પ્રવેશે છે એનો ઉંબરો સાક્ષી બને છે.
શાસ્ત્રોમાં ઉંબરાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આ એ સ્થાન છે જે ઘરમાં ખરાબ શક્તિઓના પ્રભાવ ને પ્રવેશ કરતા રોકે છે. ઉંબરા રોજ પૂજા કરાવથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્ત્પન થાય છે. ઉંબરા પણ બનાવેલ શુહ માંગલિક ચિહન ઘરની સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ વધે છે.
ઉંબરો એ લક્ષ્મીનું પ્રવેશ દ્વાર છે. લગ્ન પછી જાયરેવધુ એટલે કે ગૃહ લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે તો ઘરના ઉંબરા પર અન્ન નો કળશ મુકવામાં આવે છે.
ઉંબરા ની પૂજા કેવીરીતે કરવી :- સૌ પ્રથમ ઘરમાં ભઘવાન ની પૂજા થયા પછી ઉંબરા ની પૂજા કરો. ઉંબરા ની પૂજા કરવા બેસો ત્યારે તમારું મોં હંમેશા ઘર તરફ હોવું જોઈએ. મતલબ તમારે ઉંબરાની પૂજા કરવા ઉંબરા ની બહાર બેસી ને કરવી. ઉંબરા ની પૂજા કરતા પહેલા થોડું પાણી લઈને ઉંબરો ધોઈ લો. હરદર એક શુભ માંગલિક વસ્તુ છે. જેનું ઉંબરાની પૂજામાં ખાસ મહત્વ રહેલું છે. ઉંબરા પર હરદરથી સ્વસ્તિક બનાવીને ચોખા મુકો. સ્વસ્તિક દરવાજાની બંને બાજુ મુકો.