હિન્દૂ ધર્મમાં ઘણી વાતો અને પરમ્પરા મહત્વ વર્ષોથી રહેલું છે. તેવી રીતે હિન્દૂ ધર્મમાં મોરપીંછનું પણ મહત્વ રહેલું છે. મોરપીંછ એ શ્રી કૃષ્ણને તો પ્રિય છે જ તે સિવાય સરસ્વતી અને લક્ષ્મીને પણ તે પ્રિય છે. મોરપીંછનું હિન્દૂ ધર્મમાં સદીઓથી તેનું મહત્વ આપવામાં આવી રહયું છે. તેને ખુબ જ શુભ માનવામાં આવે છે.
કેટલાક લોકોને તમે ઘરના સુશોભનમાં પણ મોરપીંછનો ઉપયોગ કરતા જોયા હશે. તેના દ્વારા ઘરને સુંદર સજાવટ કરતા હોય છે. મોરપીંછને પુસ્તકમાં પણ રાખવામાં આવતું હોય છે. શું આપ જાણો છો મોરપીંછ દ્વારા વાસ્તુદોષ પણ દૂર કરવામાં આવે છે. તો જાણો મોરપીંછ કેવી રીતે વાસ્તુદોષ દૂર કરે છે.
વાસ્તુશાસ્ત્ર મુજબ જો ઘરની અંદર વાસ્તુઓનો દોષ હોય તો આઠ મોરપીંછને ધોરા(સફેદ) દોરાથી બાંધીને ૐ સોમાય નમઃ ના જાપ કરવા તેવું કરવાથી વસ્તુ દોષથી મુક્તિ મળે છે તેવું માનવામાં આવે છે.
ત્રણ મોરપંખ લેવાના તેને કાળા દોરાથી બાંધીને થોડા સોપારીના ટુકડા લેવાના પછી તેના પર પાણીનો સંટકાવ કરીને ૨૧ વાર શનિદેવના મંત્રનો જાપ કરવો. તેનાથી શનિદોષથી મુક્તિ મળતી હોય છે. ઘરની વૃદ્ધિ માટે જે જગ્યાએ ઘરમાં કિંમતી આભૂષણો અને રોકડ રકમ રહેતી હોય ત્યાં મોરપીંછને રાખવાથી આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય છે.
મોરપીંછનું ખુબ મહત્વ રહેલું છે કારણકે તેનો સબંધ સુંદરતા અને ખુશીઓ સાથે રહેલો છે. ઘરની અંદર ઘણીવાર કકરાટ થતો હોય છે ત્યારે ઘરમાં સકારાત્મક ઉર્જા માટે મોરપીંછનો ઉપયોગ કરી શકાય છે. ઘરની અંદર લિવિંગ રૂમમાં મોરની કલા કરતી તસ્વીર રાખવાથી ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બનેલું રહેલું છે.
મોરપીંછ સરસ્વતીને પણ પ્રિય છે, સરસ્વતી એ વિદ્યાના દેવી માનવામાં આવે છે. પુસ્તકમાં મોરપીંછ રાખવાથી વિદ્યા, અભ્યાસ અને બુદ્ધિમાં વધારો થાય છે તેવું માનવામાં આવે છે.