આપણ દેશમાં હિન્દૂ ધર્મમાં કહેવાયું છે કે મહિલાઓએ આ કામ ભૂલથી પણ ન કરવા જોઈએ. તેમ છતાં તમે કરો છો તો તમને ખુબજ પસ્તાવો થઇ શકે છે. ઘરની સુખ શાંતિ માટે શાસ્ત્રોમાં બતાવેલ આ છ કામ ન કરવા જોઈએ. ઘરની મહિલા દ્વારા જાણતા અજાણતા કરવામાં આવેલ કેટલાક કર્યો ઘરના બધા લોકો માટે હાનિકારક સાબિત થાય છે.
સુરજ ડૂબ્યા પછી ન આપવું જોઈએ દૂધ કે દહીં પછી કોઈ બહાર નો વ્યક્તિ દૂધ કે દહીં માંગે તો ન આપવું જોઈએ. કારણ કે આવું કરવાથી ઘરની લક્ષ્મી બહાર જતી રહે છે. રાતે સુતા પહેલા કિચન સ્વચ્છ કરી ને સૂવું જોઈએ. તેનાથી ઘરમાં વૈભવ અને લક્ષ્મી ની પ્રાપ્તિ થાય છે.
રાત્રે સુતા પહેલા મહિલાઓએ એઠા વાસણ સ્વચ્છ કરીને સૂવું જોઈએ. એઠા વાસણ રાતભર ઘરના કિચનમાં છોડવા ઘરમાં અશાંતિ અને બીમારીને નિમંત્રણ આપે છે. આખી રાત મુકેલા એઠા વાસણ ઘરની લક્ષ્મીને ઘરમાં પ્રવેશતા રોકે છે અને લક્ષ્મી સ્થાયી થતી નથી. એટલે જ બધા વાસણ ધોઈને રાત્રે સૂવું.
વાળ ખુલ્લા રાખીને ન સૂવું જોઈએ. આવું કરવાથી ઘરમાં નેગેટિવ ઉર્જા ઉત્પ્ન્ન થાય છે. તેથી ઘરની મહિલાઓએ વાળ ખુલ્લા મૂકીને ન સૂવું જોઈએ. રાત્રે કુંડ ઘરમાં મુકશો નહીં. અઠવાડિયામાં એકવાર ઘરના બધા રૂમ માં થોડું-થોડું સંચળ સેંઘાલૂણ એક છાપા પર મૂકીને જમીન પર મુકો. સવારે સૌ પ્રથમ ઉઠીને કોઈની સાથે વાત કર્યા વગર આ મીઠું ઘરમાં પાણીમાં પ્રવાહિત કરી દો. આવું કરવાથી ઘરમાં કોઈ ટોટકા કર્યા હશે તો તેની અસર નહીં થાય.