વાસ્તુ અનુસાર ઘરની અંદર મંદિરનું સ્થાન ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આપણા હિન્દુધર્મમાં દરેક હિન્દુ ઘરમાં એક નાનું મંદિર બનાવવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિર વિશે કેટલાક નિયમો બતાવવામાં આવ્યા છે આ નિયમો અનુસાર મંદિરમાં કેટલીક વસ્તુઓ મુકવાની મનાઈ કરવામાં આવી છે એવું કહેવાય છે કે આ વસ્તુઓ મંદિરમાં રાખવાથી પરિવાર ઉપર ખૂબ મોટી મુશ્કેલીઓ આવે છે સાથે ધન સંપત્તિને પણ નુકસાન થાય છે
ઘણા લોકો ઘરમાં મંદિર બનાવવાની જગ્યા ન હોવાથી મંદિર સ્ટોર રૂમમાં બનાવે છે સ્ટોર રૂમમાં ભૂલથી પણ મંદિર બનાવવું જોઈએ નહીં મંદિરની આજુબાજુ કચરો રાખવો જોઈએ નહીં ઘરની અંદર ઉત્તર-પૂર્વ દિશામાં મંદિર બનાવવું ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે મંદિરની આજુબાજુ કોઈ દિવસ કચરો કે ભંગાર ભેગું થવા દેવું જોઈએ નહીં
ઘણા લોકો રોજ સવારે ભગવાનની પૂજામાં ફૂલનો ઉપયોગ કરતા હોય છે ભગવાનની પૂજામાં ફુલ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેથી તેનો ઉપયોગ કરવો ખૂબ આવશ્યક છે પણ કેટલાક લોકો ફૂલોનો ઉપયોગ કર્યા પછી તે ફૂલને મંદિરની અંદર મુક્ત હોય છે પણ આ એક ખૂબ ખરાબ ટેવ કહેવાય મંદિરની અંદર ફુલ મૂકવા જોઈએ નહીં વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરની અંદર ફુલ રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાઓ આવે છે
ઘરના મંદિરમાં ખૂબ મોટી દેવી-દેવતાની પ્રતિમાઓ મૂકવી જોઈએ નહીં ઘરના મંદિરમાં ફોટો કે નાની પ્રતિમા મૂકી શકો છો કોઈપણ દેવી-દેવતાની એકથી વધારે ફોટો કે મૂર્તિ રાખવી જોઈએ નહીં
ઘણા લોકો મંદિરની અંદર પોતાના પૂર્વજનો ફોટો મુકતા હોય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરના અંદર પૂર્વજનો ફોટો મૂકવો જોઇએ નહીં પૂર્વજનો ફોટો તમે ઘરની દક્ષિણ દિવાલ ઉપર લગાવવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘરના મંદિરમાં એકથી વધારે શંખ રાખવો જોઈએ નહીં તેમજ પૂજા કરતા સમયે એક જ શંખનો પ્રયોગ કરવો જોઇએ શંખને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે એટલા માટે શંખને રોજ બદલવો જોઇએ નહીં