મંદિર તો આપણા બધાના ઘરમાં હોય જ છે. પછી એ ઘર નાનું હોય કે મોટું હોય કે પછી પોતાનું હોય કે ભાડે હોય પરંતુ દરેકના ઘરમાં મંદિર તો હોય જ છે. આપણા હિન્દુધર્મમાં મંદિરનું ખૂબ જ મહત્વ હોય છે.
મંદિરને કઈ દિશામાં રાખવું જોઈએ કે જેથી ઘરમાં શાંતિ બની રહે. મંદિર એ ઘરમાં સકારાત્મક ઊર્જા લાવે છે. મંદિરને રસોડામાં ન રાખવું જોઈએ મંદિરની આજુબાજુ કે ઉપર નીચે જમવાનું ના બનાવવું જોઈએ. જેના કારણે માતા લક્ષ્મી નારાજ થાય છે.
મંદિરને દાદરા નીચે ન રાખવું જોઈએ કારણકે દાદરા ઉપરથી આપણે ઉપર નીચે જતાં હોઈએ છીએ. જેને શુભ માનવામાં આવતું નથી. બેડરૂમમાં મંદિર ના હોવું જોઈએ. જો ભૂલથી પણ જે લોકોના ઘરે હોય એ લોકોએ પરદો રાખવો જોઈએ અને રાત્રે એ પડદો પાડી દેવો.
મંદિર બાથરૂમની બાજુમાં પણ ન બનાવવું જોઈએ. જેના કારણે તમારા ઘરની સુખ શાંતિ ઓછી થઈ જતી હોય છે. આપણે આપણા ઘરમાં મંદિર બનાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે મંદિર હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં હોવું જોઈએ.
ઈશાન ખૂણાને દેવતાઓનો વાસ માનવામાં આવે છે. ઈશાન ખૂણામાં મંદિર બનાવવાથી હંમેશા તમારા ઘરમાં સુખ શાંતિ બની રહેતી હોય છે. ઉત્તર અને પૂર્વ દિશાને ઈશાન ખૂણો કહેવાય છે. આ ઈશાન ખૂણાને ખૂબ જ પવિત્ર ખૂણો ઘણવામાં આવે છે.