ખાસ કરીને દરેકના ઘરમાં પિતૃઓ ના ફોટા રાખવામાં આવતા હોય છે કારણ કે એવું માનવામાં આવે છે કે તેમનો ફોટો ઘરમાં રાખવાથી તેમને ઘર પર દયા આવે છે અને તેઓ ઘર ની સાર સંભાળ રાખતા હોય છે. તે ફોટાને આપણે જગ્યા દેખાય ત્યાં લગાવતા હોઈએ છીએ પરંતુ વાસ્તુશાસ્ત્રમાં પણ તેના વિશે કેટલાક નિયમો છે તેનું ધ્યાન રાખવું જોઈએ.
ઘણા લોકો ઘરમાં દિવાબત્તી ના સમયે પિતૃઓ ના ફોટા લગાવેલા હોય ત્યાં પણ અગરબત્તી ફેરવીને તેમની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવતા હોય છે. તેમ કરવાથી તેમની કૃપા દ્રષ્ટિ આપણા પર બનેલી રહે છે. પરંતુ શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે તે ફોટાને દેવી દેવતાઓના ફોટા સાથે ન રાખવું જોઈએ.
ઘણીવાર આપણે શાસ્ત્રોની જાણકારીના અભાવે તેને ખોટી જગ્યાએ લાવી દેતા હોઈએ છીએ તેના કારણે આપણે કોઈકવાર અણધાર્યા પરિણામોનો સામનો કરવો પડતો હોય છે. આપણા પૂર્વજોના ફોટા ને દેવી દેવતાઓ સાથે ન સરખાવો જોઈએ. દરેકને તેમના પૂર્વજો પ્રત્યે માન-સન્માન હોય પરંતુ તેમને દેવો સાથે ન સરખાવવા જોઈએ.
મોટાભાગે લોકો પિતૃ ના ફોટા કોઈપણ જગ્યાએ લગાવી દેતા હોય છે પરંતુ તે વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે ખોટુ માનવામાં આવે છે તેનાથી આપણા પર ખરાબ અસર પડતી હોય છે તેવું માનવામાં આવે છે. આપણને તેના વિશે જાણકારી હોવી જોઈએ કે ફોટાની કઈ દિશામાં ની કઈ જગ્યાએ લગાવવું જોઈએ. જો તમે બેડરૂમ અને પૂજા સ્થાને તેને મૂકો છો તો તેને અપશુકન માનવામાં આવે છે. પિતૃઓના ફોટાને ઘરની અંદર નૈઋત્ય દિશામાં રાખવા જોઈએ.