આપણી ભારત ભૂમિ પર એવા ઘણા મંદિર આવેલા છે કે તેની પાછળ પણ અનેક રહસ્યો આવેલા હોય છે. જેમાં ભક્તો તેમની મનોકામનાઓ લઇ ને જતા હોય છે અને ત્યાં માથું ટેકાવતા હોય છે. તેમની જે ઈચ્છાઓ હોય તે પૂર્ણ પણ થતી હોય છે. આજે તમને જણાવું તેવા એક અદભુત મંદિર વિષે જે તમે ભાગ્યે જ જાણતા હશો.
તમે સોના, ચાંદી, રૂપિયા અને જમીન આપ્યા ની વાતો સાંભરી હશે વધુમાં તમે કન્યાદાન સાંભર્યું હશે પણ દીકરાઓ ના દાણ વિષે નહીં સાંભર્યું હોય. આજે તમને જણાવશું કે એક એવું મંદિર કે જ્યાં દીકરાઓને દાણ માં આપવામાં આવે છે. આ વાત સાંભરીને તમને નવાઈ લાગી હશે પણ બિલકુલ હકીકત છે. આ મંદિરમાં રબારી સમાજના લોકો પોતાના દીકરાઓને મંદિરની સેવા માટે દાણમાં આપે છે.
હું તમને જે મંદિર વિષે જણાવા રહ્યો છું તે મંદિર નું નામ છે વડવાળા દેવનું મંદિર. આ મંદિર સુરેન્દ્રનગર ની બાજુમાં દુધરેજ ગામે આવેલું છે. આ મંદિર રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. જાણો આ મંદિરનું નામ વડવાળા દેવ કેમ પડ્યું. વર્ષો પહેલા એક સંત દ્વારા દાતણની ફન દ્વારા વડ ઉગારી તેને દૂધ પીવડાવીને ઉભો કરવામાં આવ્યો હતો માટે તેને વડવાળા દેવ નામ આપવામાં આવ્યું.
આ મંદિરમાં તમે જશો તો ત્યાંનું નક્શી કામ અને કોતરણી કામ ખુબ જ સરસ બનાવવામાં આવ્યુંછે. આ મંદિર ના દર્શનાર્થે લોકો ભારતભરમાંથી આવતા હોય છે. ખાસ કરીને રબારી સમાજ વધુ આવે છે. આ મંદિરમાં રબારી સમાજ ના લોકો એવી માનતા રાખતા હોય છે કે બે બાળકોમાંથી એક બાળક ને વડવાળા મંદિરમાં મુકવો. કનીરામદાસ બાપુ ના વડીલ દાદાની માનતા દીકરો મુકવાની હતી.
આ મંદિરમાં સારા એવા સેવા ના કર્યો પણ થાય છે. જેવા કે ત્યાં આવતા ભક્તો ને પ્રસાદ આપવાનો, બીજું કે ત્યાં ગૌસેવાનું ઉમદા કાર્ય થાય છે અને ત્યાં દર્દીઓ માટે એમ્બ્યુલન્સ પણ વ્યવસ્થા છે. આવા સેવાના કર્યો થાય છે તે બહુ સરસ કહેવાય. ત્યાં દર્શને આવતા ભક્તો માટે રહેવાની પણ સારી વ્યવસ્થા છે.