ગૌતમેશ્વર તળાવ પાસે પગ લસપતા યુવતી ડૂબી, તેના બચાવવા ગયેલો યુવક પણ ડૂબ્યો, સૌરાષ્ટ્રના શહેર ભાવનગરની એમ.જે. કૉલેજમાં અભ્યાસ કરતા યુવક-યુવતી સિહોર ખાતે આવેલા ગૌતમેશ્વર તળાવે ફરવા માટે ગયા હતા.

Uncategorized

સૌરાષ્ટ્રના શહેર ભાવનગરની એમ.જે. કૉલેજમાં અભ્યાસ કરતા યુવક-યુવતી સિહોર ખાતે આવેલા ગૌતમેશ્વર તળાવે ફરવા માટે ગયા હતા. જ્યાં વલ્લભીપુરની યુવતીને પગ લપસતા તે તળાવમાં પડી હતી. યુવતીને બચાવવા માટે યુવક પણ પડ્યો હતો. પછી તે પણ ડૂબ્યો હતો. ભારે શોધખોળ બાદ આ ઘટનામાં બંનેના મૃતદેહ મળી આવ્યા છે.


ફાયરની ટીમે યુવકની શોધખોળ શરૂ કરી હતી. સુત્રોમાંથી મળતી વિગત અનુસાર બંને વ્યક્તિઓ સિહોર નવનાથના દર્શન કરવા માટે ગયા હતા. પછી ગૌતમેશ્વર તળાવકાંઠે ફરવા માટે ગયા હતા. વલ્લભીપુર ગામે રહેતી ૧૯ વર્ષની નિયતી ભટ્ટ માછલીને ખાવાનું ખવડાવી રહી હતી. એ દરમિયાન પગ લપસતા તે તળાવમાં પડી ગઈ હતી. નિયતીને ડૂબતી જોઈને સિહોરનો રહેવાસી ૨૦ વર્ષનો જગદીશ મકવાણા પણ તેને બચાવવા માટે કૂદી પડ્યો હતો. પણ બંને લોકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

આ જોઈને એમની સાથે આવેલા બીજા કેટલાક યુવક યુવતીઓએ બૂમાબૂમ કરી દીધી હતી. જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસ તેમજ ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. તરવૈયાઓ સાથે મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પહેલા યુવતીનો મૃતદેહ મળ્યો હતો. ત્યાર બાદ યુવકનો મૃતદેહ મળ્યો હતો.


સિહોર પોલીસે સ્થળ પર પંચનામું કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. આ ઘટનાને પગલે યુવક-યુવતીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાને પગલે આસપાસમાંથી બીજા લોકો પણ ઘટનાસ્થળે ઊમટી પડ્યા હતા. બંને વ્યક્તિના પરિવારજનોને આ અંગેની જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ યોગ્ય પ્રક્રિયા બાદ બંનેના મૃતદેહ સોંપી દેવામાં આવ્યા હતા. બીજી તરફ વડોદરામાં નવ વર્ષની દીકરીએ સ્કૂલેથી આવીને ગળે ફાંસો ખાય લેતા પરિવારને મોટો આઘાત લાગ્યો છે.

જોકે, વિદ્યાર્થિનીએ ક્યા કારણોસર આ પગલું ભર્યું એ અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. વડોદરાના પાણી ગેટ પોલીસે આ અંગે કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. છેલ્લા ચાર દિવસમાં આત્મહત્યાના આઠથી વધારે કેસ સામે આવતા ફરી એકવખત આત્મહત્યાનો વિષય ચર્ચાસ્પદ બની રહ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં આવા કેસ વધતા અનેક પાસાઓ પર ચર્ચાઓ શરૂ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *