ગૂગલ આપશે એપલને ૧૫ બિલિયન ડોલર, જાણો શું કામ આપશે આટલા પૈસા

Uncategorized

શું તમને ખબર છે કે ગૂગલ એપલને પોતાના ડિવાઇસમાં ગૂગલ સર્ચને ડિફોલ્ટ રાખવા માટે કરોડો રૂપિયા આપે છે? દર વર્ષે કોન્ટ્રાક્ટ હેઠળ એપલને પૈસા આપે છે. આ વખતે પણ કંઈક આવું જ છે. બર્નસ્ટીનના એનાલિસ્ટના સંદર્ભે એવા સમાચાર છે કે ગૂગલ ૨૦૨૧ માટે એપલને ૧૫ બિલિયન ડોલર આપી શકે છે. ગત વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૦ મા તે ૧૦ બિલિયન ડોલર હતા એટલે હવે ૫ બિલિયન ડોલર ચાર્જ વધારી દીધા છે. હવે તમને મનમાં એ સવાલ ઉઠે કે આખરે ગૂગલ એપલને પૈસા શા માટે આપે છે?


જાહેર વાત છે કે એપલ દુનિયાની ટોપ મોબાઈલ કંપની છે. એવામાં આ કોન્ટ્રાક્ટ હેઠળ એપલ પોતાની દરેક ડિવાઇસ જેમ કે iPhone, મેક અને માઇપેડ સર્ચ એન્જિન તરીકે ગૂગલને જ રાખે છે. જો તમે એપલના ડિવાઇસમાં સફારી બ્રાઉઝર યુઝ કરો છો અને ત્યાં કંઈ પણ સર્ચ કરો છો તો તે ગૂગલ સર્ચ જ થાય છે. એવું એટલા માટે કેમ કે તે માટે ગૂગલ એપલને કરોડો અબજ રૂપિયા આપે છે. એનાલિસ્ટે એ અનુમાન લગાવ્યું છે વર્ષ ૨૦૨૧ મા એપલે પોતાનો ચાર્જ વધારી દીધો છે અને હવે તે ૧૫ બિલિયન ડોલર થઈ ચૂક્યો છે.


એવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૩૦ સુધી તે ૧૮-૨૦ ફોલર સુધી થઈ જશે. જોકે તેનાથી એપલની નિંદા પણ થતી રહી છે. નિંદા એટલે કેમ કે કંપની પ્રાઈવસીને લઈને ખૂબ દાવા કરે છે. એવામાં ડિફોલ્ટ સર્ચ એન્જિન તરીકે ગૂગલને રાખવાથી પ્રાઈવસી પર અડચણ તો આવે જ છે. આ નિંદા પર એપલ તરફથી કહેવામાં આવ્યું કે ગૂગલ સૌથી વધારે પોપ્યુલર સર્ચ એન્જિન છે અને અમે ગૂગલને સપોર્ટ કરીએ છીએ પરંતુ અમારી પાસે ડક ડક ગો માટે પણ બિલ્ટ ઇન સપોર્ટ છે.


ડક ડક ગો સર્ચ એન્જિન છે જેને ખૂબ સિક્યોર અને પ્રાઇવેટ માનવામાં આવે છે. આ ડીલથી એપલ અને ગૂગલ બંનેને ફાયદો થાય છે. એપલને ગૂગલ તરફથી મોટી રકમ મળે છે તો ગૂગલને એ કારણે ફાયદો મળે છે કેમ કે તેને વધુ યુઝર્સ મળે છે. વધારે યુઝર્સ એટલે કે વધારે એડ અને યુઝર ડેટા. વધારે યુઝર ડેટા અને એડથી કંપની ખૂબ પૈસાની કમાણી કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *