ગુજરાતમાં નવી સરકાર બનતા જ એક્શન મોડમાં આવી ગઈ છે, દરેક મંત્રીઓ પોતાની આગવી શૈલી દ્વારા જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા નવતર પ્રયોગો કરી રહ્યા છે. આખા નવા મંત્રી મંડળ સમય ઓછો છે ને કામ વધુ કરી બતાવવાનું છે. તે માટે તેઓ પુરજોશમાં કામે લાગી ગયા હોય તેવું લાગે છે.
આવું જ રાજ્યના માર્ગ મકાન અને વાહન વ્યવહાર મંત્રીને સમજાયી છે જનતાની તકલીફો અને તેના માટે તેમને એક મહાઅભિયાન ચાલુ કર્યું છે. રાજ્યના મંત્રી પૂર્વેશ મોદીએ જાહેરાત કરી છે કે આવનારી ૧ થી ૧૦ ઓક્ટોમ્બર સુધી માર્ગ મરામત મહાભિયાન ચાલવામાં આવશે. જો તમને માર્ગમાં ખાડા દેખાય તો તમે વોટ્સઅપ અથવા ઈમેલ દ્વારા ફોટા મોકલી શકશો. સરકારના આ નિર્ણયને જનતા આવકારી પણ રહી છે. લોકોનું કહેવું છે કે જનતાનું દર્દ સમજે તેવું કાર્ય પહેલીવાર થયું છે. આવા નિર્ણયના કારણે અધિકારીઓને પણ લાગશે કે હવે કામ નહીં કરી આ તો નહીં ચાલે.
તારીખ ૦૧ થી ૧૦ ઓક્ટોમ્બર ૨૦૨૧ માં ચાલનાર માર્ગ મારામતમાં જરૂર હોય તો તમારે આટલી માહિતી આપવાની રહેશે. તમારું નામ લખવાનું રહેશે, મોબાઈલ નંબર આપવાનો, જ્યાં તમારે મરામત કરવાનું છે તેનું પૂરું સરનામું જેમ કે, ગામ, તાલુકો, જિલ્લાનું નામ અને પીનકોડ સાથે સંપૂર્ણ સરનામું લખવાનું રહેશે.
જેના માટે તમારે આ વોટ્સઅપ નંબર પર માહિતી પહોંચાડવાની રહેશે : 9978403669
