જો તમે બહાર નીકળવાનો પ્લેન બનાવતા હોય તો ટાળી વાળજો કેમ કે રાજ્ય ના આ વિસ્તારો મા છે અન્દ્રાધાર વરસાદ ની આગાહી..

ગુજરાત

ઓરેન્જ એલર્ટ વચ્ચે ગુરુવારે દિવસભર ભારે અને છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. ત્યારે સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. બારડોલી તાલુકામાં સૌથી વધુ 6 ઈંચ, પલસાણા અને માંગરોળમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મહુવામાં પણ 2 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉકાઈના કેચમેન્ટ વિસ્તારમાં પાણીની આવક ચાલુ છે.

ગુરુવારે સાંજે 6 વાગ્યે પાણીનો ઇનફ્લો 1,87,869 ક્યુસેક અને આઉટફ્લો 1,70,408 ક્યુસેક હતો. સાથે જ ઉકાઈનું જળસ્તર 341.43 ફૂટ નોંધાયું હતું. હવામાન વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે મહત્તમ તાપમાન 2 ડિગ્રી ઘટીને 28 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન બુધવારની સરખામણીએ 25.6 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 94 ટકા હતું અને પવનની ઝડપ દક્ષિણ પશ્ચિમ 4 કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી. હવામાન વિભાગે આગામી બે દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

આગામી બે દિવસ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી માસ વિભાગે આપી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદર-નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. ઉકાઈના કેચમેન્ટ એરિયામાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે.

કોઝવેની જળ સપાટી 8.56 મીટરે પહોંચી છેતાપી નદી ફરી એક વખત જળબંબાકાર બની છે. ગત ચોમાસામાં કોઝવેની જળ સપાટી 8.56 મીટરે પહોંચી છે. 8 ઓગસ્ટે કોઝવે ઓવરફ્લો થઈ ગયો હતો. ગત વર્ષે પણ 30 જુલાઈના રોજ કોઝવે ઓવરફ્લો થઈ ગયો હતો.

બારડોલીમાં ભારે વરસાદબારડોલી તાલુકામાં દિવસભર 150 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. સવારે 8 થી 10 દરમિયાન માત્ર 3 ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત પલસાણા અને માંગરોળમાં પણ 4 ઈંચ વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *