હાલની પરિસ્થિતિ જોતા મોટા ભાગના લોકો ઘણી સમસ્યાઓ જોવા મરતી હોય છે. તેની સારવારના ખર્ચ અમુક લોકોને તો લાખોમાં આવતા હોય છે. તેના માટે હોસ્પિટલમાં જવું તો જરૂરી છે. આજની નવી જનરેશનનું ખાન પણ પહેલાના જમાના કરતા બિલકુલ વિપરીત થઇ ગયું છે અને સામે પ્રદુષણ પણ એટલી જ માત્રામાં વધી રહ્યું છે જેના કારણે શરીરની અંદર અલગ અલગ પ્રકારની બીમારીઓ દાખલ થતી હોય છે. તેવામાં અમુક લોકો તે સારવારનો ખર્ચ ઉઠાવવા સક્ષમ નથી હોતા જેથી તેઓ સારવારથી વંચિત રહી જાય છે.
દેશભરમાં ઘણી એવી હોસ્પિટલો આવેલી છે જ્યાં આપણે વિનામૂલ્યે સારવાર કરાવી શકીએ છીએ. તેવી જ હોસ્પિટલ ગુજરાતમાં પણ આવેલી છે. ત્યાં કોઈ પણ પ્રકારના કેન્સર જેવી બીમારીથી પીડાતા હોય તેમને એક રૂપિયામાં સારવાર કરી કેન્સરમાંથી રાહત મેળવી શકે છે. ગુજરાતના વલસાડથી વાગલધરા ગામ ખાતે આવેલી કેન્સર હોસ્પિટલમાં માત્ર નજીવા ખર્ચે કેન્સર જેવા રોગોની સારવાર થાય છે.
આ હોસ્પિટલ એક ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. આ કેન્સર હોસ્પિટલને પ્રભાવ હેમ કામધેનુ ગિરીવિહાર ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. ઘણા દર્દીઓ તે હોસ્પિટલમાં સારવાર લઇ ચુક્યા છે અને તે બીમારી મુક્ત બન્યા છે. તે હોસ્પિટલ લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ છે. તે સિવાય ત્યાં અનેક પ્રકારના રોગોની વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે.
તે હોસ્પિટલમાં સારી એવી સુવિધાઓ છે. તે હોસ્પિટલમાં ૧૫૦ બેડ અદ્યતન વ્યવસ્થા છે. તે હોસ્પિટલમાં રાજ્ય તથા રાજ્ય બહારના હજારોની સંખ્યામાં દર્દીઓ આવે છે. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, આસામ, યુપી જેવા રાજ્યોમાંથી લોકો આવતા હોય છે. ત્યાં ઘણા લોકોએ સારવાર લીધી અને કેન્સર મુકત બન્યા છે. આ સ્થળ વલસાડથી અંદાજે ૧૫ કિલોમીટર દૂર આવેલું છે.
આ હોસ્પિટલની એક ખાસ ખાસિયત છે કે ત્યાં આવનાર દર્દીને સારવારમાં બધું સ્વદેશી આપવામાં આવે છે જેવું કે ઘી, દૂધ, દહીં, મૂત્ર, છાણમાંથી બનાવેલ પંચામૃતથી તૈયાર કરવામાં આવે છે. તે સિવાય ત્યાં પ્રાચીનકારથી ચાલી આવતા સંગીતથી પણ કેન્સરનો ઈલાજ કરવામાં આવે છે. જે લોકો વધુ પૈસા નથી ખર્ચી સકતા તેઓ ત્યાં જઈને નજીવા ખર્ચે સારવાર કરાવી શકે છે. આ માહિતીને તમે દરેક જરૂરિયાત મંદને પહોંચાડી શકો છો જેથી તેઓ તેનો લાભ લઇ શકે.