ગુજરાતના લોકપ્રિય જાણીતા કલાકાર સાગર પટેલ પર થયો રૂપિયાનો વરસાદ

trending

ગુજરાતની જનતા વાર હોય કે તહેવાર નાનો પ્રસંગ હોય અથવા મોટો પ્રસંગ હોય ગરબાના તાલે ઝૂમી ઉઠતા હોય છે. ગરબા પ્રિય ગુજરાતીઓને ગરબે રમવા નાનું એવું બહાનું જોઈએ. દરેક ખુશીના પ્રસંગે ગુજરાતમાં ગરબાનું આયોજન થતું હોય છે. ગરબે રમવું ગુજરાતીની પહેલી પસંદ હોય છે.

ગુજરાત રાજ્યમાં નામી અનામી નાના મોટા ખૂબ કલાકારો છે. તે તેમના અલગ જ અંદાજથી તેમના ચાહકો ને ખુશ કરતા હોય છે. ઘણા કલાકારો એ રાજ્યમાં નહિ દેશમાં નહિ પરંતુ વિશ્વભરમાં નામના મેળવી છે. તમે સોશિયલ મીડિયામાં જોયું હશે કે આપના ગુજરાતી કલાકારો સાથે ભુરીયા લોકો એટલે વિદેશી લોકો પણ આનંદ લેતા હોય છે. કલાકારોમા માં સરસ્વતી ની વાસના જ એવી છે કે સૌ કોઈ ઝૂમી ઉઠે છે.

અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ સાગર પટેલ વિશે કે કેમ તેમના પર રૂપિયાનો વરસાદ થયો. તાજેતરમાં સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે ઉમિયા કેમ્પસ સોલા ખાતે સરદાર સાહેબની જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી હતી. તેમાં ડાયરો અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગુજરાતના બે નામાંકીત કલાકારો હાજર રહ્યા હતા. રાજભા ગઢવી અને સાગર પટેલે ત્યાં ઉપસ્થિત લોકોને ખૂબ મજા કરાવી હતી.

તે ડાયરામાં લોકો એટલા ઉત્સાહિત થઈ ગયા કે જાણે હકીકતમાં રૂપિયાનો વરસાદ થતો હોય તેવો નજારો હતો. તે ડાયરાનો માહોલ એવો જામ્યો કે ત્યાં હાજર લોકો પૈસા ઉડાડવા લાગ્યા. સાગર પટેલ પોતાના આગવા અંદાજથી ગાવા માટે ખૂબ જાણીતા છે.તેમની તે શૈલીના કારણે તેમના પ્રોગ્રામમાં ખૂબ ચાહકો આવતા હોય છે.

સાગર પટેલના અમુક ગીતો એવા છે કે જે તેમના ચાહકોને ખૂબ પસંદ પડ્યા છે. તેમને આવી રીતે સરદાર પટેલ સાહેબની જન્મ જયંતીની ઊજવણી કરી હતી. ગુજરાત અને દેશભરમાં સૌ લોકોએ અલગ અલગ રીતે લોખંડી પુરુષના જન્મ દિવસની ઉજવણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *