આપના દેશ માં આવેલા મંદિરોમાં અલગ અલગ માનતા માનવાથી ભક્તોની માનતા પૂરી થાય છે. એવા ગણા ચમત્કારિક મંદિરો આવેલા છે આજ સુધી તમે એવા ઘણા મંદિરો જોયા હશે દરેક મંદિર સાથે ભક્તોની શ્રદ્ધા ને આસ્થા જોડાયેલી હોય છે. આજે આપને એવુ જ એક ચમત્કારી મંદિર કે જ્યાં માનતા માનવાથી કુંવારા લોકોના બહુ જલ્દી લગ્ન થઇ જાય છે. હા મિત્રો બિલકુલ સાચી વાત છે આ મંદિર છે ચુડેલ ફઈબાનું આ મંદિર સાણંદ તાલુકાના ઝાંપા ગામે આવેલું છે.
ઝાંપા ગામે સાક્ષાત બિરાજમાન છે ચુડેલ ફઈબા અહીં મંદિર મા લાખોની સંખ્યા મા ભક્તો ચુડેલ ફઈબાના દર્શન કરવા આવે છે અને દર્શન માત્રથી જ કુંવારા યુવક યુવતીઓના લગ્ન થઇ જાય છે. અત્યારે ઝાંપા ગામે જે જગ્યાએ મંદિર આવેલું છે તે જગ્યાએ પહેલા લોકો દિવસે પણ આવતા ડરતા હતા ઝાંપા ગામના વતની એવા એક ભક્ત આત્મરામભાઈ ચુડેલ માતાજીના દર્શન કરીને તેમને પોતાની બહેન બનાવીને આ જગ્યાએ લાવી ને નાનું મંદિર બનાવ્યું હતું આત્મારામભાઈ એ ચુડેલ માતાજીના નામનો એક અખંડ દીવો પ્રગટાવ્યો હતો.
આ મંદિરમા અખંડ જ્યોત પજવલિત છે જેના દર્શન માત્ર થી મનોકામના પૂર્ણ થાય છે ને પછી તો આ જગ્યા પર ધીરે ધીરે લોકો આવવા લાગ્યા અહી આવતા લોકોની મનોકામના પૂર્ણ થતાં બહુ થોડાક સમય માં આ સ્થળ પ્રખ્યાત બનવા લાગ્યું અહી આવતા ભક્તો પોતાના દુઃખ દર્દ માતા ને જણાવીને અલગ અલગ માનતા રાખવા લાગ્યા અહીં ભક્તોની મનોકામના પુરી થવા લાગી અને આજે આ મંદિર આખા ગુજરાતમાં એટલું પ્રખ્યાત છે કે ભક્તો અહી આવીને પોતાના દુઃખ ની વાત માને કરે છે. પૂરા ભક્તિ ભાવપૂર્વક ને માં ભક્તોની મનોકામના પૂરી કરે છે ને ભક્તો હસતા હસતા માના મંદિર માંથી જાય છે.
અહીં મંદિરમાં ૨૪ કલાક એક અખંડ જ્યોત પ્રજ્વલિત હોય છે. મંદિરમાં કોઈપણ જાતની મૂર્તિ નથી. અહીં આવતા ભક્તોમાં મોટા ભાગે કુંવારા લોકો ચુડેલ માતજીના આશીર્વાદ લેવા માટે આવે છે અને અહીં આવતા કુંવારા લોકોના માતજીના આશીર્વાદથી બહુ જલ્દીથી લગ્ન થઇ જાય છે. આજસુધી આ મંદિરમાં પૂર્ણ ભક્તિ ભાવ ને માતાજીમાં શ્રદ્ધા ને આસ્થા થી દર્શન કરીને ગયેલા હજારો કુંવારા લોકોના લગ્ન માતજી ના આશિર્વાદ થી બહુ ટૂંકા સમય માં થઈ ગયા છે. જે માતાનું અહીં હાજરા હજુર હોવાની સાબિતી છે ને ભક્તોની મનોકામના પૂર્ણ કરી ચમત્કાર કરે છે.