આજના જમાનામાં જ્યાં ખાનગી દવાખાનામાં ડોક્ટરો કોરોનાકાળમાં હજાર નહીં પણ લખો રૂપિયાના બિલ બનાવી રહ્યાં છે, તો આજ જમાનામાં આવા દવાખાના ખરેખર સાચા અર્થમાં ગરીબોના ભગવાન ના આર્શીવાદ સમાન છે.
કોરોનાના કપરી પરિસ્થિતિમાં મોંઘવારી વચ્ચે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના કમાલપુર વિસ્તારની અંદર સસ્તા ભાવે દવા આપીને મદદ કરવામાં આવે છે. અહીંયા છેલ્લા ૪૩ વર્ષથી મુંબઈના ટ્રસ્ટી મણિબેન ચેરીટેબલ ટ્રસ્ટની આગેવાનીમાં આ દવાખાનુ ચલાવાય છે. અહીં આગળ કોરોના સહીત અન્ય રોગોની દવા અને સલાહસૂચન આપવમાં આવે છે. આ દવાખાનાને આખા વિસ્તારમાં ચાર આનાના નામથી ફેમસ છે.
અહીં આગળ દર્દીને ચેક કરીને માત્ર ૧ રૂપિયામાં દવા આપવામાં આવે છે. જો કોઈ દર્દીને ત્રણ દિવસની દવા લેવાની હોય તો ૩ રૂપિયા ચૂકવવાના હોય છે. આ ટ્રસ્ટ દ્વારા હાલમાં મહામારી હોવાથી મેડિકલ ચેકઅપ તેમજ દવા અને ડ્રેસિંગની સારવાર એક જ દિવસમાં પુરી પાડવામાં આવે છે.
મણિબહેન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લાખો લોકો સારવાર લઇ સજા થયા છે. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દર વર્ષે 3 લાખની ખોટ વેઠીને પ્રજાની આરોગ્ય સેવા પૂરી પાડી રહ્યા છે.