આ વર્ષે મેઘરાજા ની બેટિંગ ખૂબ જ સારી કચ્છ મા તો જબડા તોડ વરસાદ.જાણો અહી

ગુજરાત

રાજ્યમાં વરસાદ (મોનસૂન 2022)ની સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો છે. રાજ્યના 246 તાલુકાઓમાં 24 કલાકમાં વરસાદ પડ્યો છે. જે પૈકી 140 તાલુકાઓમાં ભારે વરસાદ થયો છે. તાપીના સોનગઢ તાલુકામાં 24 કલાકમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. તો બનાસકાંઠાના ડીસામાં 7.5 ઈંચ, દાંતીવાડામાં 6.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

વડગામ, પોશીના, દાંતા, મહેસાણા, દિયોદરમાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નવસારીના ચીખલી, વલસાડ, તાપી વિસ્તારમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

સિઝનનો 93.3% વરસાદ પડી ચૂક્યો છેજો રાજ્યમાં અત્યાર સુધીના વરસાદની વાત કરીએ તો સિઝનનો 93.3 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ 143.22 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો 90.49 ટકા વરસાદ નોંધાયો છે. પૂર્વ-મધ્યમાં 77.78 ટકા વરસાદ નોંધાયો છે.

તો સૌરાષ્ટ્રમાં સિઝનનો 84.44 ટકા વરસાદ થયો છે. તો દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 104.42 ટકા વરસાદ થયો છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધી ચોમાસાનો વરસાદ સારો રહ્યો છે. જેના કારણે આગામી વર્ષે પાણીની સમસ્યા સર્જાવાની સંભાવના છે.

સવારે બે કલાકમાં ધોધરાજ્યના અનેક ભાગોમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. બનાસકાંઠાના દાંતીવાડામાં સવારે 6 થી 8 વાગ્યા સુધીના બે કલાકમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. સુઇગામમાં બે કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સુરતના ઓલપાડ, કચ્છના ઉમરપરા, અબડાસામાં દોઢ ઈંચ વરસાદ થયો છે. સવારના સમયે 40 જેટલા તાલુકાઓમાં ભારે વરસાદ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *