મંગળવાર રાતથી રાજ્યના વાતાવરણમાં પલ્ટો આવતા હવે માવઠાના એંઘાણ વર્તાય રહ્યા છે. બુધવારે સવારે હવામાનમાં એકાએક પલ્ટો જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણે ખેડૂતોની ચિંતામાં એકાએક વધારો કર્યો છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરને કારણે આવનારા ચાર દિવસો સુધી આવું ભેજવાળું હવામાન યથાવત રહે એવી શક્યતાઓ છે. રાજ્યના હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો આવશે. આ સાથે સામાન્ય વરસાદ પણ થશે.
જેમ જેમ પવનની ગતિમાં વધારો થશે તેમ-તેમ આજ અને કાલના રોજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદ થાય એવી સંભાવના છે. ખાસ કરીને સુરત, વાપી, વલસાડ, સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, વેરાવળ મધ્ય ગુજરાતના આણંદ, દાહોદ, પંચમહાલ જિલ્લમાં ૪૦ કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં એકાએક વધારો થયો છે. માવઠાને કારણે આ સીઝનના પાકને મોટું નુકસાન થઈ શકે છે
રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાવવાના શરૂ થઈ ગયા છે. આવનારા સમયમાં ભેજનું પ્રમાણ વધશે. જ્યારે સામાન્ય વરસાદ ખેડૂતની ચિંતા વધારી શકે છે. આવનારા મહિનામાં હવામાન પલટાશે ખાસ કરીને કપાસ, ઘઉં, રાયડો પાકને નુકશાન થવાની સંભાવના છે.