હાલમાં લોકો તહેવારોની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. દિવાળી આવી પછી નવું વર્ષ આવ્યું તેની સૌએ સારી રીતે ઉજવણી કરી. પરંતુ હવે ખેડૂતો માટે હવામાન વિભાગ તરફથી માઠા સમાચાર મળી રહ્યા છે. ગત વર્ષે ચોમાસુ સારું રહ્યું હતું. એક સમયે એવી સ્થિતિ બની હતી રાજ્ય અને દેશના ડેમમાં પાણીનો સ્ત્રોત પીવાલાયક જ બચ્યો હતો. પરંતુ પાછળથી સારો વરસાદ થતા પાણીને લગતી સમસ્યાઓનું નિવારણ આવ્યું હતું. પરંતુ જે વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઇ હતી તેવા વિસ્તારમાં હાલત ખુબ જ દયનિય બની હતી.
દરેકને એમ લાગતું હતું એક ચોમાસુ હવે સંપૂર્ણ રીતે પૂરું થઇ ગયું છે પરંતુ મારતી માહિતી મુજબ અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં હજુ પણ વરસાદ થઇ શકે છે. જેથી ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. તેમનું કહેવું છે કે ગુજરાતમાં હજુ એકવાર વરસાદ આવી શકે છે.
તેમના કહેવા મુજબ બંગાળની ખાડીમાં હવામાનનું દબાણ વધતા ચક્રવાત સર્જાય છે જેની અસર હવામાન પર થાય છે. તેમના કહેવા મુજબ રાજ્યમાં ૮ નવેમ્બર સુધીમાં રાજ્યના અલગ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં અમુક જિલ્લામાં વરસાદ પડી શકે છે. પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠામાં ૧૨ થી ૧૬ નવેમ્બર સુધીમાં હળવા માવઠા થવાની સંભાવના છે.
દેશના ઉતરી ભાગમાં પર્વતીય વિસ્તારોમાં બરફ પણ પડી શકે છે. વાતાવરમાં આવતા વિપરીત ફેરફારોના કારણે કૃષિ પાકોમાં અસર જોવા મળી શકે છે. જેના કારણે ઠંડી અને ગરમી બંનેનો અહેસાસ અનુભવાશે. આવા વાતાવરણમાં ફેરફારો ઘણીવાર જોવા મળતા હોય છે.