ગુજરાતના આ ગામના ખેડૂતો ભાઈઓ , મોબાઈલથી દ્વારા પાકમાં ખાતર આપે છે, આ જાણીને તમને નવાઈ લાગશે.

trending

આજના ટેક્નોલોજીના જમાનામાં આપણને કંઈકને કંઈક નવીનતા જાણવા મળતી હોય છે. આજે વિશ્વના ખૂણે ખૂણે ટેક્નોલોજી વધુ વપરાશ થાય છે. આ યુગએ ટેક્નોલોજીની યુગ માનવામાં આવે છે. મિત્રો તમને જણાવીએ કે ખેડૂત ભાઈઓ પણ ટેક્નોલોજીનો વપરાશ કરતા થયા છે. ગુજરાતના આ ગામના ખેડૂત ભાઈઓ પોતાના મોબાઈલ દ્વારા પોતાના ખેતરમાં રહેલા પાકને ઘરે બેઠા મોબાઈલ દ્વારા ખાતર આપે તેવી ટેક્નોલોજી બનાવી છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામના ખેડૂત ભાઈઓ સિંચાઈ માટે અનોખો પ્રયાસ કર્યો છે. એક પમ્પમાંથી આશરે ૨૦૦ જેટલા ખેડૂત ભાઈઓ સિંચાઇના પાણીના કરકસર ઉપયોગ કરીને ૬૦૦૦ વીઘામાં ખેડૂતો ખેતી કરે છે. સાથે જ સારૂ ઉત્પાદન સાથે આવક મેળવે છે.

તખતગઢ ગામની જ્યાં ખેડૂત ભાઈઓ પિયત મંડળી બનાવ્યા બાદ સરકારની યોજના હેઠળ ચેકડેમ પંમ્પ બનાવ્યો છે. જ્યાં આગળ એક કુવામાંથી ૬૦૦ વીઘામાં ખેતી કરે છે. આ ૨૦૦ ખેડૂત ભાઈઓ પંમ્પથી લઈને ખેતર સુધી પાઇપ લાઈન નાખી છે અને હા ખેતરમાં પણ ડ્રિપથી સિંચાઈ કરે છે. અહીં આગળ 24 કલાક ની લાઈટ મળે છે. જ્યાં મીટરના ઓપરેટ માટે મોબાઈલ ઓપરેટીંગ સિસ્ટમ દ્વારા ખેતરમા પાણી ઓટોમેટિક જ સિંચાઈ થાય છે.

આવું કરવાથી વીજળી તેમજ સમય, પાણી ની મહત્તમ બચત થાય છે. ખેડૂતોને ગરમી અને ઠંડીનો સામનો કરવો પડતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *