પાછા આવા મુશ્કેલી ના દિવસો ! સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદની ધડબડાટીને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી,…. જોઈલો આ દિવસો મા આવશે વરસાદ

ગુજરાત

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 70% જેટલો વરસાદ થયો છે. ગુજરાતમાં મુશળધાર વરસાદને કારણે 206 ડેમમાંથી 34 ડેમ ઓવરફ્લો થયા છે. રાજ્યના 206માંથી 34 ડેમ ઓવરફ્લો થયા છે. આ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે એટલે કે 100 ટકા ભરાઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં 16, કચ્છમાં 13, દક્ષિણ ગુજરાતમાં 7 જ્યારે મધ્ય ગુજરાતમાં એક ડેમ ઓવરફ્લો થયો છે.

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે અને દ્વારકા પોરબંદર જામનગરમાં પણ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ભરૂચ, વડોદરા, છોટે, ઉદેપુર અને દક્ષિણમાં વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં ખાસ કરીને સુરત, તાપી ડાંગ અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વખતે ઉત્તર ગુજરાતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં પાણીની નહિવત આવક થઈ છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાંથી માત્ર 24.38 ટકા પાણી એકત્ર થયું છે

જ્યારે સરદાર સરોવર સહિત ગુજરાતના 207 ડેમોમાં 64.83 ટકા પાણીનો સંગ્રહ થયો છે અને આ બાજુ 55 ડેમ હાઈ એલર્ટ પર છે જ્યાં 90 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે જ્યારે 6 ડેમને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જ્યાં 80 થી 90 ટકા સુધી પાણીનો સંગ્રહ થયો છે. 17 ડેમોમાં 70 થી 80 ટકા પાણીનો સંગ્રહ કરવાની ચેતવણી આપવામાં આવી છે.

મેઘ મલ્હાર નામનો મોનસૂન ફેસ્ટિવલ આજથી એટલે કે એક મહિના સુધી સાપુતારાના ડુંગરોમાં કુદરતી વાતાવરણ વચ્ચે યોજાશે. આ ફેસ્ટિવલને મંત્રી પુનેશ મોદીએ ખુલ્લો મુક્યો છે અને મહત્વનું છે કે કોરોનાના કારણે બે વર્ષથી મોનસૂન ફેસ્ટિવલની ઉજવણી શક્ય બની ન હતી. હવે બે વર્ષ બાદ ઉજવણીમાં અને પ્રવાસીઓમાં પણ અનેરો આનંદ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *