ગુજરાતની આ મહિલા પોતાના હાથે બનાવેલા પાપડ અને અથાણાં પહોંચાડે છે વિદેશમાં અને વર્ષે કરે છે આટલી કમાઈ જે મહિલાઓ માટે પ્રેરણા રૂપ બની.

Uncategorized

દરેક ક્ષેત્રમા મહિલાઓ પોતાના પ્રયત્ન થકી જીવનમાં આગળ વધવાનો ખુબ પ્રયાસ કરી રહી છે. આપણી નજર સામે જોવા જઈએ તો હજરો મહિલાઓ છે જે જીવનમાં સંઘર્ષ કરીને ખુબ આગળ આવી છે. અને તેઓ સૌના માટે પ્રેરણારૂપ બને છે. આજે તમને તેવા જ એક મહિલા વિષે જણાવશું કે તેઓ સંઘર્ષ કરીને કેવી રીતે આગળ આવ્યા.

ગુજરાતના નવસારીમાં રહેતા જશુબેન તેમના પાપડ અને અથાણાંના ગૃહ ઉદ્યોગથી વર્ષે સારી એવી આવક મેળવે છે. સમયનો સાચો ઉપયોગ આને કહેવાય કે જયારે કોરોનાના સમયમાં બધું બંધ હતું ત્યારે તેઓ પાપડ અને અથાણાં બનાવતા શીખ્યા. તેઓ અવનવી વસ્તુઓ બનાવતા શીખે છે અને દેશ વિદેશના બજારોમાં મોકલે છે.

તેમના ઘર બનાવટની ચીજ વસ્તુઓ અમેરિકા જેવા દેશમાં મોકલવામાં આવે છે. તેઓ સામાન્ય રીતે વર્ષે સાડા ત્રણ લાખ કરતા પણ વધુ આવક મેળવે છે. ગૃહ ઉદ્યોગમાં આટલી કમાણીએ કોઈ નાનો આંકડો નથી. તેઓ ત્રણ વર્ષથી પાપડ વેચવાનું કામ કરે છે પછી તેઓ નવસારી કૃષિ યુનિવર્સીટીમાં બીજી અવનવી પ્રોડક્ટો બનાવતા શીખ્યા અને તેમના ગૃહ ઉદ્યોગને આગળ વધારવાનું કામ કરી રહ્યા છે.

લીંબુપાણી, કેરીનો રસ, દેશી માઝા અને અથાણું તેમનું ખાસ વખણાય છે. તેઓ હાલમાં કુલ ૧૪ પ્રકારની બનાવટો બનાવે છે. તે સિવાય ૯ પ્રકારના પાપડ બનાવે છે. તેમના હાથના બનેલા પાપડ એટલા પાતળા હોય છે કે તમને જોતા જ એવું લાગે આ તો મશીનની બનાવટ છે. તેઓ વિદેશમાં પણ ઓર્ડરથી વસ્તુ બનાવીને મોકલી આપે છે.

જશુબેને દુનિયા સામે સાબિત કર્યું કે જો યોગ્ય દિશામાં સખત મહેનત અને યોગ્ય આવડતથી કામ કરવામાં આવે તો સૌ કોઈ તેમાં સફર થઇ શકે છે. જીવનમાં સફર થવું હોય તો માત્ર ૭ ધોરણ ભણેલા જશુબેનના જેમ દ્રઢ નિચ્યય કરવો પડે. સફરતા કોઈની જોડે આવેલી નથી હોતી તેને પામવી પડતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *