લોકી ફર્ગ્યુસન ને વેચીને આવેલા પૈસાથી ગુજરાતની ટીમ કરશે મોટો ધડાકો, ખરીદ છે આ ખૂબ મોટા ખેલાડીને અને…..

IPL

એક તરફ વિશ્વની તમામ ટીમો આગામી વનડે વર્લ્ડ કપ 2023ની તૈયારીઓ કરી રહી છે તો બીજી તરફ આઇપીએલ 2023ની તૈયારીઓ પણ શરૂ થઇ ચૂકી છે. થોડા સમય પહેલા તમામ ફ્રેન્ચાઇઝીઓ દ્વારા રિટેન અને રિલીઝ ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી હતી.

આ ઉપરાંત આઇપીએલ 2023 પહેલા આ મહિને 23 ડિસેમ્બરના રોજ મીની હરાજીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો હાર્દિકની આગેવાની હેઠળ તેઓએ પ્રથમ સિઝનમાં જબરદસ્ત પ્રદર્શન કરીને ટ્રોફી પોતાના નામે કરી હતી.

ગુજરાતની ટીમના તમામ વિભાગો મજબૂત સ્થિતિમાં જોવા મળ્યા હતા. હાર્દિક પંડ્યા હાલમાં આઇપીએલ 2023ને લઇને તૈયારી કરતો જોવા મળ્યો છે. તે આ હરાજીમાં કોઇ પણ હાલતમાં આ ઘાતક ખેલાડીને ગુજરાતની ટીમમાં સામેલ કરવા ઇચ્છે છે.હાર્દિક પંડ્યાએ આઇપીએલ 2023 શરૂ થાય તે પહેલા જ એક મોટો નિર્ણય લીધો છે.

તે કોઇ પણ હાલતમાં આ ઘાતક ખેલાડીને ખરીદવા પ્રયત્ન કરશે. તે ગુજરાતની ટીમ માટે ખૂબ જ મહત્વનો રહી શકે તેમ છે. અત્યાર સુધી એક યુવા ખેલાડી તરીકે તેણે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. ટૂંકા ફોર્મેટનો તે બાદશાહ કહેવાય છે. તો ચાલો આપણે જાણીએ કે આ યુવા સ્ટાર ખેલાડી કોણ છે.તમને જણાવી દઇએ કે હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયન ઓપનર બેટ્સમેન કેમેરોન ગ્રીનને પોતાની ટીમમાં સામેલ કરવા ઇચ્છે છે.

તેણે છેલ્લા ઘણા સમયથી ટી-20 ફોર્મેટમાં તેણે ધમાલ મચાવી છે. ભારત સામેની સિરીઝ દરમિયાન તેણે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયન ટીમ માટે ઘણું સારું પ્રદર્શન કર્યું છે. તે ગુજરાતની ટીમમાં એક સફળ ઓપનર તરીકે સેટ થઇ શકે છે.ગુજરાતની ટીમ છેલ્લી સિઝનમાં પણ ઓપનરની શોધમાં મનોમંથન કરી રહી હતી.

હવે તે આ ખેલાડી પર મોટો દાવ લગાવશે. હાર્દિક પંડ્યા કોઇપણ હાલતમાં તેને ખરીદવા ઇચ્છે છે. આવી સ્થિતિમાં હરાજીમાં તેના પર મોટી બોલી લાગી શકે છે. અન્ય ટીમો પણ તેને ખરીદવા માટે પ્રયત્ન કરતી જોવા મળી શકે છે. હાર્દિક પંડ્યા ફરી એકવાર ગુજરાતની ટીમને ટ્રોફી જીતાડવા મજબૂત પ્રયત્નો કરી રહ્યો છે.આઇપીએલ 2023માં મેચોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

જેથી આ સીઝન ઘણી રોમાંચક જોવા મળશે. વિશ્વના તમામ ખેલાડીઓ એપ્રિલ અને મે મહિનામાં ભારતની ધરતી પર ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમતા જોવા મળશે. આ લીગમાં અત્યાર સુધી ઘણા ખેલાડીઓએ પોતાનું મજબૂત કરિયર બનાવ્યું છે. યુવાઓ માટે તેનું કરિયર બનાવવાનું આ સર્વશ્રેષ્ઠ પ્લેટફોર્મ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *