ભારતમાં મંદિરનું ધાર્મિક અને આધ્યત્મિક રીતે મહત્વ રહેલું છે ભારતમાં નાના મોટા ઘણા મંદિર આવેલા છે ભરતમાં આવેલા દરેક મંદિરમાં અલગ અલગ દેવી દેવતાની ભવ્ય પ્રતિમા બિરાજમાન છે મંદિરમાં હજારો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે એવું માનવામાં આવે છે કે મંદિરમાં જઈ સાચા મનથી ભગવાન આગળ પ્રાર્થના કરવામાં આવે તો ભગવાન તેમની મનોકામના અવશ્ય પૂર્ણ કરતા હોય છે ભારતમાં આવેલા દરેક મંદિર પોતાની એક અલગ ઓરખાણ ધરાવે છે આજે હું તમને ગુજરાતમાં આવેલા એક એવા મંદિર વિષે જણાવીશ જ્યાં ૫૦ વર્ષથી અખંડ રામ ધૂન ચાલે છે
ગુજરાત રાજ્યના જામનગર શહેરમાં હનુમાનદાદાનું એક ચમત્કારી મંદિર આવેલું છે આ મંદિરની સ્થાપના સાલ ૧૫૪૦માં કરવામાં આવી હતી આ મંદિર અતિ પ્રાચીન છે તે સાથે મંદિરનું નામ ગીનીસ બુક ઓફ વલ્ડ રેકોડમાં પણ છે મંદિરનો જિણોદ્રાર શ્રી ભિક્ષુજી મહારાજ સાલ ૧૯૬૪માં કરાવ્યો હતો તેને ત્રણ વર્ષ પછી અખંડ રામ ધૂન ચાલુ કરવામાં આવી હતી જે આજે પણ ચાલુ છે આ કારણ થી મંદિર આખા વિશ્વમાં ખ્યાતનામ છે
ઘણા વર્ષો પહેલા મહારાજના કહેવાથી હનુમાન ભક્તોએ શ્રી રામ જય જય રામ ધૂન માત્ર સાત દિવસ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો પણ હનુમાન ભક્તો હનુમાનજીની ભક્તિમાં મગ્ન થઇ જવાથી તે ધૂન આજે પણ યથાવત રીતે શરૂ છે મંદિરમાં જઈ કોઈપણ ભક્ત રામ ધૂનમાં ભાગ લઇ શકે છે
મંદિરમાં ચાલતી રામ ધૂન મુશ્કેલ પરિસ્થિતમાં પણ ચાલુ રાખવામાં આવે છે મંદિરમાં ચાલતી રામધૂનમાં કોઈ પણ ભક્ત ભાગ લઇ શકે છે મંદિરમાં ખુબ મોટી સંખ્યામાં ભક્તો હનુમાનદાદાના દર્શન કરવા માટે આવતા હોય છે મંદિરમાં આવેલા દરેક ભક્તની મનોકામના હનુમાનદાદા પૂર્ણ કરતા હોય છે મંદિરમાં ચાલતી રામ ધૂનમાં ભાગ લેવાથી હનુમાનદાદા તમારી મનોકામના પૂર્ણ કરશે